વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.ફાયર એનઓસી નહીં ધરાવતા બહુમાળી ઈમારતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ એક્ટ 2013 ની જોગવાઈ મુજબ ફાયર સેફટી ના સાધનો તથા સિસ્ટમ લગાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી.તેમ છતાં ફાયર એનઓસી રિન્યુઅલ ન કરાવતા અલંકાર ટાવર અને અંતરિક્ષ કોમ્પ્લેક્સ બહુમાળી બિલ્ડીંગનો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.
વડોદરા ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ તથા સયાજીગંજ પોલીસ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી હાથધરવામાં આવી હતી.આ અંગે માહિતી આપતા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા કોવિડ કામગીરી દરમિયાન સર્વે હાથ ધર્યો હતો.જેમાં સયાજીગંજ અલંકાર ટાવરમાં ફાયરની એનઓસી રીન્યુ કરાવા સૂચના તેમજ નોટિસ આપી હતી કે આ સિસ્ટમ તમે રીન્યુ કરાવો તે છતાં પણ રીન્યુ નથી થઈ.
આ સિવાય પણ ઘણી બધી બિલ્ડીંગો છે.જ્યાં સિસ્ટમ રીન્યુ નથી કરાવી જેથી આજે અલંકાર ટાવર માંથી જીઈબી પાવર કનેક્શન કટ કરવા માટે ચીફ ફાયર ઓફિસર પાર્થ ભ્રહ્મભટ્ટના હુકમથી સ્થળ પર આવી જીઈબી ,પોલીસ સ્ટાફને સાથે રાખી અલંકાર ટાવરમાં વીજ સપ્લાય અને પાણી કનેક્શન બંધ કરવાની કાર્યવાહી કરી છે તેની સાથે અંતરિક્ષ કોમ્પ્લેક્સમાં પણ આજ પ્રકારની કાર્યવાહી કરી છે.