અસ્સલ મનમોજી લહેરીલાલા સુરતીલાલા આજે આ શહેરમાં ભલે લઘુમતીમાં મૂકાય ગયા છે. પરંતુ કહેવા દો એ સુરતીઓ આ શહેરની આન, બાન અને શાન છે. તેઓ ચારે દિશામાં જઇ વસી ગયા છે. એ લોકોના મિલનસાર સ્વભાવ સંસ્કાર, વાણી, વર્તન અને વહેવારથી ત્યાંના લોકોમાં હળી મળીને ભળી ગયા છે. વાણી વર્તન અને વહેવારથી લોકોના દિલ આસાનીથી જીતી લીધા છે. એની હાજરીથી ત્યાંના લોકો પ્રસન્ન થાય છે. મૂળ સુરતી લાલા (ક.ખ.ગ.ઘ.) પ્રજા વહેવાર અને તહેવાર રંગેચંગે ઉજવી જાણે છે. પીડા મધૂરા રંગીન મિજાજના કારણે સોસાયટીમાં લોકપ્રિય બની જાય છે.
એ સાથે સમય પર કોઇ તોફાની, બદતમીઝ ન્યૂસન્સ રૂપ માણસની શાન પણ ઠેકાણે લાવી શકે છે એના સ્વભાવમાં લડવા ઝઘડવાનું જરા પણ દેખાય નહીં. કયારેક મન ઊંચા નીચા થઇ જાય તો સામે ચાલીને બધાને મનાવી લેવાની એનામાં આવડત અદ્દભૂત છે. કદાચ મતભેદ પડે પરંતુ મનભેદ નહીં રાખી, હસી જાણે છે, હસાવી જાણે છે. ખાઇ જાણે છે અને ખવડાવી પણ જાણે છે. વહેવારમાં જરા પણ પાછળ નહી પડે. મન મૂકીને રૂપિયા ખર્ચી જાણે છે. નોકરી ધંધાના સમય પર સખત તનતોડ મહેનત કરી એના લોહીમાં છે. નિર્દોષ મસ્તી કરી બધાને ખુશ રાખે છે. રજાના દિવસોમાં ડુમ્મસ, તીથલ, ડાકોર, વડતાલ, ઉભરાટ, શેરડી સાંઈબાબા, સાપુતારા જેવા સ્થળ પર પરિવાર સાથે પહોંચી જાય છે. બચપનના મિત્ર મંડળ સાથે પીવા માટે. વાપી સ્ટેશન પર ઉતરી દમ્મણ પહોંચી જાય છે.આવા રંગીન મિજાજના સુરતીઓ જગતમાં બીજે કયાંય જોવા નહીં મળી જય હો. સુરતીલાલા.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે