SURAT

વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં મૂલ્યાંકનની કામગીરી કરતી કંપની સામે તપાસનો આદેશ

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) છેલ્લાં અઢી વર્ષથી અનેક ગેરરીતિઓ છતાં એક જ કંપનીને પરીક્ષાને લગતી કામગીરી સોંપવામાં આવતી હોવાની સેનેટ સભ્ય ભાવેશ રબારીની (BhaveshRabari) ફરિયાદના પગલે રાજ્યપાલે (GujaratGovernor) તપાસના આદેશ આપ્યા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સતાધીશોની માનીતી (ભાગીદાર) વિશાઈન ટેક પ્રા.લી. પુણેની કંપનીના આર્થિક હિતમાં પરીક્ષા વિભાગની સોફ્ટવેર અને પ્રિન્ટિંગ આધારિત “એક્ઝામિનેશન સર્વિસ” ના નામથી કરોડો રૂપિયાની કામગીરી માટેના ટેન્ડરની શરતો આ કંપનીના હિતમાં રાખી ટેન્ડર પ્રક્રિયામાં કરેલ કૌભાંડની મારી રજૂઆતને ધ્યાને લઈ રાજ્યપાલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ અગાઉ માર્ચ 2023માં સેનેટ સભ્ય ભાવેશ રબારીએ રાજ્યપાલને પત્ર લખી આ ગેરરીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રબારીએ ફરિયાદ કરી હતી કેવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા અઢી વર્ષથી પરીક્ષા વિભાગની અતિ મહત્વની કામગીરીમાં ઓનલાઈન પરીક્ષા લેવાની અને ઓનલાઇન મૂલ્યાંકનની કામગીરી વગર ટેન્ડરે વિશાઈન ટ્રેક. પ્રા. લી. પુણેની કંપની પાસે કરાવી હતી.

આ કામગીરીમાં આ કંપની દ્વારા ખુબ જ ગંભીર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓના માર્કસમાં છેડછાડ તેમજ પરીક્ષામાં ભૂલો કરેલી હતી જેને લઈને અનેક વાર યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મુલતવી રાખવી પડી હતી તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ કંપનીને બ્લેક લીસ્ટ કરવાના બદલે વગર ટેન્ડરે તમામ કામગીરી ચાલુ રાખી કરોડો રૂપિયા સિન્ડીકેટ સભાની મંજૂરી વગર ચુકવી પણ આપ્યા છે.

આ કંપનીની ગંભીર ભૂલો, બેદરકારી, માર્કસમાં છેડછાડ, પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયાના માર્કસમાં ભૂલો તેમજ વગર ટેન્ડરએ સતત સોંપવામાં આવેલ કામગીરીના વિરૂધ્ધમાં હાલમાં ગુજરાત સરકારના રાજયપાલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી તેમજ તકેદારી ભવન, ગાંધીનગર દ્વારા તપાસની કાર્યવાહી ચાલી રહી છે.

આ પ્રકારની તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી યુનિવર્સિટી દ્વારા વગર ટેન્ડરે વધારે કામગીરી આ કંપની પાસે કરાવી ન શકે તે માટે આ કંપનીના હિતમાં “એક્ઝામીનેશન સર્વિસ” ના નામથી પરીક્ષા વિભાગની વિવિધ છ પ્રકારની સેવાઓ (1) પ્રશ્ન પેપર મેનેજમેન્ટ સિસ્ટમ (QPM), (2) રીમોટ ઓનલાઈન પરીક્ષા (ROE) (3) જવાબ-સ્ક્રિપ્ટ્સનું ડિજિટલ મૂલ્યાંકન (OSM) (4) પ્રશ્નપત્ર વિતરણ પ્રણાલી (QPD) (5) પ્રશ્નપત્ર પ્રિન્ટીંગ (QPP) (6) ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન (OMR) એક જ કંપની પાસે આ તમામ છ પ્રકારની પરીક્ષાની કામગીરી માટે ટેન્ડર માર્ચ અને મે 2023માં બે વાર બહાર પાડવામાં આવ્યું હતું.

આ ટેન્ડર સોફ્ટવેર અને પ્રિન્ટીંગની કામગીરી એક જ કંપની કરી શકે તે પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આ ટેન્ડરમાં શરતો માત્ર સોફ્ટવેર આધારિત કામગીરી કરતી કંપની જ આ ટેન્ડર ભરી શકે તે પ્રકારની રાખવામાં આવી હતી. જેમાં સોફ્ટવેર આધારિત કામ કરતી કંપની પાસે CMMI 5 લેવલનું પ્રમાણપત્ર હોય તે ફરજીયાત માંગવામાં આવ્યું પરંતુ પ્રિન્ટીંગ પ્રેસમાં પરીક્ષાનું કામગીરી માટે સરકારશ્રીના નિયમ મુજબ સિક્યોરીટી પ્રેસ તરીકે IBA નું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું નથી.

આ ઉપરાંત છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષોમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સંબધિત સેવાઓમાંથી સરેરાશ ત્રણ કરોડનું ટર્નઓવરની શરત પણ માત્ર સોફ્ટવેર આધારિત આ કંપનીના હિતમાં રાખવામાં આવેલ હતી. આ તમામ ટેન્ડરોની શરતો માત્ર વિશાઇન ટ્રેક. પ્રા. લી. પુણેની સોફ્ટવેર કંપનીના હિતમાં હોવાની લેખિત અરજી પણ મારા દ્વારા તા.9 માર્ચ 2023 ના રોજ યુનિવર્સિટીના કુલપતિ તથા કુલસચિવને કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા ફરીથી આ કંપનીના હિતમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જેમાં સોફ્ટવેર આધારિત કામગીરી કરતી કંપનીએ વગર ટેન્ડરે યુનિવર્સિટીમાંથી ત્રણ કરોડ કરતાં વધારેનું કામ કર્યું હોવાથી ત્રણ કરોડના ટર્નઓવરની શરત અને સોફ્ટવેર આધારિત કંપની પાસે જ CMMI 5 લેવલનું પ્રમાણપત્ર હોવાથી આ પ્રકારના પ્રમાણપત્રની શરતો ટેન્ડરમાં રાખવામાં આવી હતી.

આ ટેન્ડરમાં પ્રશ્નપત્ર છાપવાની કામગીરી પણ સામેલ હોવાથી સરકારના નિયમ મુજબ સિક્યોરીટી પ્રેસ તરીકે IBA નું પ્રમાણપત્ર ધરાવતી હોય તેવી જ કંપનીને પરીક્ષાના પ્રશ્નપત્ર છાપવાની કામગીરી સોંપી શકાય તેવી જાણકારી યુનિવર્સિટીને હોવા છતાં આ વગર ટેન્ડરની કામગીરી કરતી કંપનીના હિતમાં આ સિક્યોરીટી પ્રેસ તરીકે IBA ના પ્રમાણપત્રને શરતમાંથી હટાવી લેવામાં આવેલ છે જેથી સિકયોરીટી પ્રિન્ટીંગ પ્રેસ વાળી કોઈપણ કંપનીઓ આ ટેન્ડર ભરી શકે નહી.

આમ, યુનિવર્સિટી દ્વારા છેલ્લાં અઢી વર્ષથી વગર ટેન્ડરે ઓનલાઈન પરીક્ષા અને મૂલ્યાંકનની કામગીરી કરતી વિશાઇન ટ્રેડ. પ્રા. લી. પુણેની કંપનીના હિતમાં “એક્ઝામીનેશન સર્વિસ” ના નામથી પરીક્ષા વિભાગની છ પ્રકારની સોફ્ટવેર અને પ્રિન્ટીંગ પ્રેસ આધારિત વિવિધ કામગીરીનું ટેન્ડર ખોટી રીતે બહાર પાડવામાં આવ્યું છે.

જે અંગે મારા દ્વારા તા. 9 માર્ચ 2023ની અરજીમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ શરતોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો અન્ય બીજી કોઈ પણ કંપની આ ટેન્ડરમાં ક્વોલિફાઇડ થઈ શકશે નહી અને યુનિવર્સિટીએ પણ આ કંપનીને જ ટેન્ડર લાગે તેવું ઇચ્છતી હોય તેમ ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયાની શરતોમાં ફેરફાર કર્યા વગર બહાર પાડવામાં આવતા માત્ર આ એક જ કંપની દર વખતે તેમાં કવોલિફાઈડ થતી હતી.

આ બાબત જ દર્શાવે છે કે યુનિવર્સિટીએ આ ટેન્ડર માત્ર વિશાઈન ટ્રેક. પ્રા. લી. કંપનીના હિતમાં જ ટેન્ડરની શરતો બનાવવામાં આવેલ હોય આ ટેન્ડર પ્રક્રિયાને અટકાવી તેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી વિનંતી છે. ભાવેશ રબારીની આ રજૂઆતના પગલે રાજ્યપાલ દ્વારા વિશાઈન ટ્રેક પ્રા. લિ. સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top