Gujarat

રાજ્યમાં કોરોના કેસો વધતાં 1242 તબીબોને ફરજ પર હાજર થવા આદેશ

ગાંધીનગર: ગુજરાતમાં કોવીડના કેસમાં ( covid case) સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો ( government hospital) માં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજો ( medical college) ના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 1242 બોન્ડેડ તબીબોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.

આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513 , રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 136 તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના 593 વિદ્યાર્થીઓને તબીબી અધિકારી વર્ગ -૨ તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.રાજ્યના તબીબી શિક્ષણ અમને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોવિડ ૧૯ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરૂરિયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવિડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો 26-04-2021 સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.

એમબીબીએસના અભ્યાસ અંતર્ગત ઈન્ટર્નશિપ પુરી કરી ચુકેલા વિદ્યાર્થીઓને સરકારે હાજર થવા આદેશ કર્યો છે. નિયમ પ્રમાણે આમ તો ફેબુ્રઆરીમાં ઈન્ટર્નશિપ પુરી થઈ જતી હોય છે પરંતુ કોરોનોને લઈને ત્રણ મહિના વધારવામા આવ્યા હતા અને 18 મી એપ્રિલે પીજી નીટ લેવાનાર હતી ત્યારે સરકારે આ તમામ ઈન્ટર્ન ડોક્ટરર્સને 22 એપ્રિલ સુધી હાજર થવા અગાઉ સમય આપ્યો હતો. પરંતુ હવે નીટ મોકુફ થઈ ગયા બાદ તમામ ઈન્ટર્ન ડોક્ટર્સ ( INTERN DOCTORS) ને ફરજીયાત આવતીકાલ સોમવાર સુધી કોવિડ ડયુટી માટે હાજર થવા આરોગ્ય કમિશનરે આદેશ કર્યો છે.

રાજ્યની તમા સરકારી મેડિકલ કોલેજોના 513 અને રાજ્યની તમામ જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના બોન્ડ હેઠળના મેડિકલ સ્ટુડન્ટસને તબીબી અધિકારી વર્ગૃ૨ તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટે આદેશ કરાયો છે.આ ઉપરાંત સરકારના આદેશ મુજબ આ બોન્ડેડ તબીબો 26 મી સુધીસુધીમાં જો તેમની નિમણૂંકના સ્થળે હાજર નહી થાય તો તમામ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપિલ કમિશનરોને એપેડેમિકએક્ટની જોગવાઈ હેઠળ  પગલા લેવા માટે પણ સૂચના અપાઈ છે.

Most Popular

To Top