Charchapatra

ઓરેન્જ ઇકોનોમિ

યુવાનીનાં સપનાંને પાંખ આપવી, બેન્ક બેલેન્સ છલકાવતી આ ઓરેન્જ ઇકોનોમી છે. ભારતનું યુવાધન આજે માત્ર નોકરી શોધતું નથી. તે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. સ્માર્ટફોન અને ડિજિટલ ક્ષેત્રે સર્જનાત્મકતાને નવી ઉડાન આપી છે.આ ઊર્જાને દુનિયા ઓરેન્જ ઇકોનોમી તરીકે ઓળખે છે. જ્યાં મૌલિક વિચારો અને કલાનાં પારખાં થાય છે.ઉપરાંત આર્થિક મૂલ્ય મળે છે. અહીંયા પ્રશ્ન કમાણીનો નહીં પરંતુ સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા આપવાનો છે. તાજેતરમાં દિલ્હીમાં ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમીટ યોજાય દુનિયાના 100 થી વધુ google ઓપન એ આઈ જેવી વૈશ્વિક ટેકનોલોજી કંપની 40 થી વધુ દિગ્ગજ સીઈઓ રાજકારણીય અને વૈજ્ઞાનિકોએ આમાં ભાગ લીધો.

તે દુનિયાનો સૌથી મોટો પ્રભાવશાળી એઆઈ મંચ હતો.જ્યાં ટેકનોલોજી પોલીસી અને વૈશ્વિક સંયોગથી એ આઈ ના ભવિષ્યની દિશા નિર્ધારિત થઈ. આ સમિટમાં એક શબ્દ સાંભળવા મળ્યો ઓરેન્જ ઇકોનોમી અથવા કેસરી અર્થતંત્ર આ એવી અર્થ વ્યવસ્થા છે જે સર્જનાત્મકતા સંસ્કૃતિ અને બુદ્ધિ સંપદા ઉપર આધારિત છે. સરળ ભાષામાં આ અનોખો વિચાર કલા, સંગીત,ફિલ્મ,ફેશન ડિઝાઇન,ડિજિટલ ગેમિંગ જેવી પ્રવૃત્તિ દ્વારા આવક ઊભી થાય છે. ડોક્ટર ફિલીપ કહે છે કે સર્જનાત્મકતા એ માત્ર કલાત્મક અભિવ્યક્તિ નથી પરંતુ આર્થિક શક્તિ છે. જો સરકાર સંરક્ષણ અને તક આપે તો ઓરેન્જ ઇકોનોમી સર્જનાત્મકતા અને ઊર્જાનું પ્રતીક બની રહે અને યુવા ધન પ્રબુદ્ધ બને અને આર્થિક સ્રોતમાં અગ્રેસર રહે.
મોટા વરાછા સુરત- યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top