Gujarat

બનાસકાંઠા અને સાબરકાંઠા ઉપર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર : ગુજરાત પર હજુયે સક્રિય રહેલી લો પ્રેશર સિસ્ટમ હાલમાં રાજયના જુદા જુદા ભાગોમાં વરસાદ લાવી રહી છે. જો કે આગામી 24 કલાક માટે રાજયમાં બનાસકાંઠા તથા સાબરકાંઠામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જયારે રાજ્યના ઉત્તર ગુજરાત, રાજકોટ, ભાવનગર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ હળવાથી ભારે વરસાદ થઈ શકે છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 178 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ગાંધીનગરમાં માણસામાં 4.3 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 4.2 ઇંચ, મહેસાણામાં 3.3 ઈંચ સાબરકાંઠાના પ્રાંતીજમા 3.3 ઇંચ, બનાસકાંઠાના ડિસામાં 3.1 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.6 ઇંચ, મહેસાણાના જોટાણામાં 2.5 ઇંચ, દાંતીવાડામાં 2.4 ઇંચ, પાલનપુરમા 2.4 ઇંચ, ઈડરમાં 2.3 ઇંચ, સિદ્ધપુરમાં 1.9 ઇંચ, મોડાસામાં 1.9 ઇંચ, અમરેલીના કુકાવાવ – વડીયામાં 1.8 ઇંચ, થરાદમાં 1.8 ઇંચ, ભાવનગરના શિહોરમાં 1.7 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 42 તાલુકાઓ એવા છે કે જયાં 1 ઈંચ થી 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 133 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધારે પાટણમાં 2.7 ઇંચ, બેચરાજીમાં 2.4 ઈંચ રાધનપુરમાં 2.3 ઇંચ, વરસાદ થયો હતો.

જયારે રાજયમાં રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 118.67 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 183.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 98.73 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 115.01 ટકા, સૌરાષ્ટ્રમાં 126.82 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 120.70 ટકા જેટલો વરસાદ થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 86.90 ટકા જેટલો છે, ડેમમાં પાણીની આવક 1,85,140.50 કયૂસેક છે. જયારે પાણીની નદીમાં જાવક 1,20,926.88 ટકા જેટલી છે. 116 જેટલા ડેમ 100 ટકા છલકાઈ ઉઠયા છે. જયારે 45 ડેમ એવા છે કે જે 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલા છે. 142 ડેમ હાઈ એલર્ટ પર મૂકાયેલા છે.

Most Popular

To Top