Vadodara

અગોરા બિલ્ડર સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા વિપક્ષની માગ

વડોદરા : વડોદરા શહેરના સમા – સંજયનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં સરકારી જગ્યામાં ડેવલપર દ્વારા યોજનામાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ, વિશ્વામિત્રી નદી ,જૂની નદી તથા નદીના પટ-કોતરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ દ્વારા દબાણના સરકારી ચોક્કસ પુરાવા હોવાના નાતે અને તે બાંધકામની પરવાનગી કોઈ સક્ષમ સત્તાધીશે કે સરકારે આપી નથી તે હકીકત જોતાં તેને તાત્કાલિક તોડી પાડી બિલ્ડર પર સરકારી જ્મીન પર ગેરકાયદેસર વિના મંજૂરીએ બાંધકામ અને કબજો કરવા બાબતે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ અને ઇન્ડીયન પીનલ કોડ મુજબ ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી વિપક્ષી નેતા અને કાઉન્સિલર અમીબેન રાવતે કરી છે.

તેમણે રાજ્યના મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આપ ગુજરાત રાજયના રેવન્યુ મિનિસ્ટર અને કાયદા મંત્રી બંને છો તેમજ વડોદરાના ધારાસભ્યના નાતે આપના વિસ્તારમાં સમા – સંજયનગર ખાતેની મુખ્યમંત્રી આવાસ યોજનામાં માથાભારે અગોરા બિલ્ડર આશિષ શાહ દ્વારા વિશ્વામિત્રી નદીની કોતરની સરકારી જમીનમાં દબાણ કરી વિશ્વામિત્રી નદીમાં 8 મીટર ઊંડી ,5 મીટર પહોળી અને 500 મીટર લાંબી દીવાલ બાંધી અને વિશ્વામિત્રી નદીની લાખો ટન માટી ગેરકાયદેસર ખોદી પુરાણ કરી પૂરને આમંત્રણ આપ્યું છે.

બિલ્ડર દ્વારા સરકારી જમીનમાં કબ્જો અને લગભગ 1 લાખ સ્કવેર ફૂટની જમીનનો કબ્જો સાથે 100 કરોડની રેવેન્યુની ચોરી કરી છે.સાથે સાથે આ જ આવાસ યોજનામાં મેં મહિનામાં ટેન્ડરની જમીન 39,685 ચો.મીટર એટલે 4 લાખ 31 હજાર સ્કવે.ફૂટની જગ્યાએ 44,010 ચો.મી.4 લાખ 78 હજાર ચો.ફૂટ એટલે 47 હજાર ચો.ફૂટ વધારેનો ગેરકાયદેસરનો દસ્તાવેજ કર્યો છે.જેની રેવેન્યુની કિંમત એ જમીનની FSI સાથે ગણીએ તો 1.5 લાખ ચો.ફૂટ જમીન અને તેનો બજાર ભાવ સાથે 150 કરોડ નો ગેકાયદેસર દસ્તાવેજ કર્યો છે. આમ માથાભારે બિલ્ડર
દ્વારા છેલ્લા 5 વર્ષથી ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.

વડોદરાની મોજે સમાના સ.નં.39 /2,40,41.અને 110 વાળી જમીનમાં શહેરી ગરીબોના આવાસ યોજના માટે વડોદરા મહાનગરપાલિકાને ફાળવેલ જમીનમાં ડેવલપર મેસર્સ માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ આગોરા બિલ્ડરને મંજુરી આપી છે. ગેરકાયદેસર છે.જેથી સરકારી જમીનમાં દબાણ કર્યું છે તેને દુર કરવાની અમારી માગણી અને રજૂઆત છે.તેમના દ્વારા કરેલા દાવાઓ સંપૂર્ણ પણે ખોટા સાબિત થાય છે.જેથી બિલ્ડર આશિષ શાહ પર સરકારી જ્મીન પર ગેરકાયદેસર વિના પરમિશને  બાંધકામ અને કબજો કરવા બાબતે ઈન્ડીયન પીનલ કોડ મુજબ ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કોંગ્રેસના કાઉન્સિલર અને વિપક્ષી નેતા અમીબેન રાવતે કરી હતી.

Most Popular

To Top