National

ઓપરેશન જિંદગી: હૈદરાબાદથી આવ્યું પ્લાઝ્મા કટર, BSNLએ આપી લેન્ડલાઈન સુવિધા

નવી દિલ્હી: દિવાળીના દિવસથી ઉત્તરકાશીની (Uttarkashi) નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 કામદારો બહાર આવવાની આશા મજૂરોમાં (labour) છે. ત્યારે તેમને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કામગીરીમાં ઓગર મશીનને ઘણા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ઓપરેશન જિંદગીનો (Operation zindagi) 15મો દિવસ છે. ત્યારે હૈદરાબાદથી પ્લાઝ્મા (Plasma Cutter) કટર લાવવામાં આવ્યું છે. તેમજ આ સાથે BSNL એ ફસાયેલા મજૂરોને લેન્ડલાઈન સુવિધા પણ પૂરી પાડી છે.

અવરોધોને કારણે મશીનની ઓગર પણ કેટલાંક મીટર સુધી અંદર ફસાઈ ગઈ હતી. જેના કારણે ડ્રિલિંગ મશીન દ્વારા મજૂરોને બહાર કાઢવા માટે એસ્કેપ પેસેજ તૈયાર કરવાની કામગીરી અટકી ગઈ હતી. આથી કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓની આશા ઉપર પાણી ફરી વળ્યા હતા. વળી ગઇ કાલે એક્સપર્ટના જણાવ્યા મુજબ આ કામદારોને ક્રિસ્મસ સુધીમાં બહાર કાઢી લેવામાં આવશે એમ જણાવાતા મજૂરોની આશાઓ પણ નિરાશામાં ફેરવાઇ હતી.

આ મામલે ટનલ નિષ્ણાત પરીક્ષિત મહેરાએ જણાવ્યું હતું કે ઓગર મશીનના ઓગરને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેને બહાર કાઢ્યા બાદ જ ફરીથી ડ્રિલિંગ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે છેલ્લા 14 દિવસથી ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન શુક્રવારે અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું. અહીં અમેરિકન ઓગર મશીન વડે 800 એમએમ પાઇપનું ડ્રિલિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન 1.5 મીટર ડ્રિલિંગ કર્યા બાદ જ મશીનની સામે રીબાર અને પાઇપનો અવરોધ આવ્યો અને ડ્રિલિંગનું કામ બંધ કરવું પડ્યું.

ઓગર મશીનના અટવાયેલા ઓગરને કાપવા માટે આજે રવિવારે સવારે 5 વાગ્યે હૈદરાબાદથી પ્લાઝ્મા કટર ઘટના સ્થળે આવી ગયું છે. જેના કારણે અત્યાર સુધીમાં 27 મીટર ડ્રીલ કાપીને દૂર કરવામાં આવી છે. હવે 18 મીટર ડ્રીલને કાપવાનુ કાર્ય ચાલી રહ્યુ છે. જે કાર્યમાં હજી એકથી દોઢ દિવસનો સમય લાગી શકે છે.

બચાવ ટીમના લોકો ટનલની અંદર કામ કરી રહ્યા છે. હવે ટનલની અંદર સેફ્ટી કેનોપી લગાવવાની તૈયારી ચાલી રહી છે. ફસાયેલા કામદારો તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે તે માટે BSNL દ્વારા લેન્ડલાઇન સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ ચાર યોજનાઓ પર કામ કરવામાં આવશે
યોજના એક: ઓગર મશીનનો અટવાયેલો ભાગ કાપીને દૂર કરવામાં આવશે. ત્યાર બાદ કામદારો જાતે જ કાટમાળ ખોદશે અને દૂર કરશે.
પ્લાન બી: નિર્માણાધીન ટનલના ઉપરના વિસ્તારમાં 82 મીટરના અંતરે ખોદકામ કરવામાં આવશે. જેના માટે મશીન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ મશીનનો એક ભાગ પણ ત્યાં પહોંચાડવામાં આવ્યો છે.
પ્લાન સી: ટનલના બીજા છેડે પાલ ગામ બારકોટથી ખોદવાનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. આ લગભગ પાંચસો મીટરનો વિસ્તાર છે. જેમાં પણ 12 થી 13 દિવસનો સમય લાગે તેવી શક્યતા છે.
પ્લાન ડી: ટનલની બંને બાજુ સમાંતર (આડી) ડ્રિલિંગ કરવામાં અઅવશે. તેમજ તેનો સર્વે કરવામાં આવ્યો છે. આ યોજના ઉપર કામ રવિવારે શરૂ થઈ શકે છે.

Most Popular

To Top