તારીખ 17 ઓક્ટોબર 2025 ના ગુજરાત મિત્ર ન અહેવાલ પ્રમાણે સરથાણામાં જાહેરમાં વેચાતા ફટાકડામાં આગ લાગવાથી નાશ ભાગ ચાલુ થઈ. અહીં મુખ્ય વાત તો એ છે કે સુરતના કોઈ મેઈન રોડ કે જ્યાં અઢળક ભીડ ભેગી થાય છે, ભાગળથી લઈને ચોકથી લઈને રાંદેર રોડ કે કોઈ પણ રોડ લઈ લો દરેક જગ્યાએ જાહેરમાં વગર લાઇસન્સ એ ખુલ્લેઆમ ફટાકડા વેચાય છે. આ વેચાણ કોના આશીર્વાદથી થાય છે અને કડક કાયદાના અમલ કેમ નથી થતા. જાહેર જનતાનો જીવ જોખમમાં આવે છે. પોલીસની રહેમરી મહાનગર પાલિકાની રહેમરી કે પછી સ્થાનિક નેતાઓની રહેમગીરી? સવાલ તો જાહેર જનતાની સુરક્ષાનો છે નો છે ને.
સુરત – ડોક્ટર રસેશ ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવસારી લાઈટ અને સાઉન્ડ શોનો તાયફો
સમાચાર મુજબ નવસારી મનપા દ્વારા નવસારી ટાટા તળાવ ખાતે રૂ.૪.૩૩ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ લાઇટ અને સાઉન્ડ શોનાં પ્રથમ શોમાં જ પ્રોજેક્ટર ન ચાલતાં શોનો ફિયાસ્કો થયો અને શહેરીજનોને નિરાશા સાંપડી. અહીં યક્ષ પ્રશ્ન એ છે કે મનપા તંત્ર જ્યારે મૂળભૂત નાગરિક સુવિધાના કાર્યો જેવાં કે રોડ રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા, કચરા નિકાલ, શેરી પ્રકાશ વિ. વિ. ને પહોંચી વળવામાં હાંફી જતું હોય ત્યારે અધધ ખર્ચે આ પ્રકારનો શો – જેને નાગરિક સુવિધાઓ જોડે કોઈ સીધો સંબધ નથી – યોજવા પાછળ કયો તર્ક કામ કરતો હશે?! આના બદલે જો નવસારી મનપા શેરી પ્રકાશ માટે હાલમાં વપરાતા ટમટમિયાં જેવાં બલ્બ દૂર કરી સારા પ્રકાશવાળી લાઈટો નાંખે તો રાત્રિના સમયે વાહનચાલકો કે રાહદારીઓ રસ્તા પર પડેલા ખાડા કે આડા પડેલાં ઢોર સારી રીતે જોઈ અકસ્માત ટાળી શકે. નવસારી મનપાના તંત્રવાહકોને સાદર અર્પણ.
છાપરા રોડ, નવસારી – કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.