હવા ન મળે તો માણસ જીવી જ ન શકે. તે પ્રમાણે પાણી પણ જીવન સ્વાસ્થ્ય માટે આવશ્યક વસ્તુ છે. આપણા શરીરમાં લગભગ સિત્તેર ટકા પાણીનો અંશ હોય છે અને પાણીની શરીરને બહુ જ જરૂર હોય છે. પણ માણસ યોગ્ય પ્રમાણમાં પાણી પીતો નથી અને તેથી તે અનેક રોગોનો શિકાર બને છે. હવે પાણીનું મહત્ત્વ જાણી લઈએ. જમ્યા પછી, ચયાપચયની ક્રિયા પછી જે અનાવશ્યક પદાર્થો શરીરમાં રહે છે, તે ઉત્સર્જન ક્રિયા દ્વારા મૂત્ર અને મળરૂપે શરીરમાંથી બહાર કાઢવા માટે ફકત પાણી જ કામ આવે છે અને પાણીનો સાંઠો શરીરમાં ન હોય તો અનાવશ્યક પદાર્થો શરીરમાં જ જમા થઇને શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે.
રકતાભિસરણ ક્રિયામાં યુરિક આમ્લ અને યુરિયા લોહીમાંથી બહાર આવે છે તેને મૂત્ર રૂપે બહાર ફેંકી દેવામાં આવે છે. જો શરીરમાં પાણી યોગ્ય પ્રમાણમાં ના હોય તો શરીરમાં સ્ટોન બનવાની ક્રિયા શરૂ થાય છે. ચયાપચય ક્રિયા માટે પાણી આવશ્યક છે. પાણીથી જ રકતદ્રવથી પોષક દ્રવ્ય અને પ્રાણવાયુનો પુરવઠો શરીર એકસરખું રાખવામાં પાણી મુખ્ય ઘટક છે. એ કામ પણ પરસેવો કરે છે. પાણી પ્રાણને પ્રાણવાન કરે છે. નિરોગી માણસે દિવસ દરમિયાન 10 થી 11 ગ્લાસ (પવાલો) પાણી પીવું જોઈએ.
રોજ સવારે 5 વાગ્યે ઊઠીને બે ગ્લાસ પાણી ગટગટાવીને સૂઇ જવું. એનાથી તમને સવારે સંતોષકારક મોશન ક્રિયા થશે. અપચો કે બંધકોષથી માણસ મુકત બને છે. વજન ઘટાડવા માટે, શરીરની ચરબી ઉતારવા માટે પાણી ઉપાયકારક છે. રાત્રે સૂઈ જતી સમયે બે ગ્લાસ પાણી પીવું અને સૂઇ જવું. મૂત્ર વિસર્જન ક્રિયા માટે ઊઠવું પડે, પણ અલ્પકાળમાં એ ટેવ પણ મટી જશે.પાણીનો ખોટો બગાડ ન કરો સૂત્ર છે. પણ પાણી પીવામાં પણ કંજૂસાઈ ન કરો. પાણી જ તમને આરોગ્ય, આયુષ્ય અને તેજ આપનારી ત્રિગુણી છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.