નડિયાદ: માતર પંથકની સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાતી હતી. તે વખતે સગર્ભાને રસ્તામાં જ પ્રસુતીની પીડા ઉપડતાં ૧૦૮ ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતી કરાવવામાં આવી હતી. માતર તાલુકાના બરોડા ગામના અંતરીયાળ વિસ્તારમાં રહેતા હીમીબેન રણછોડભાઈ સરસિયાને ગત ગુરૂવારના રોજ મોડી રાત્રીના સમયે પ્રસુતિ ની પીડા ઉપડી હતી. જેથી તેમના પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. આ કોલ લિંબાસી ૧૦૮ ની ટીમને મળતાં તેઓ સમયસર સ્થળ પર પહોંચી, હીમીબેનને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ જવા નીકળ્યા હતાં.
દરમિયાન રસ્તામાં એકાએક હીમીબેનને પ્રસુતિ ની પીડા વધી જતાં ૧૦૮ એમ્બ્યુલન્સને રસ્તામાં જ ઉભી રાખી હતી અને ફરજ પરના પાઇલોટ ગજેન્દ્રભાઈ તેમજ ઇએમટી નીલ પટેલે સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. જે બાદ હીમીબેનને વધુ સારવાર અર્થે માતર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ લિંબાસી ૧૦૮ ટ???? ?????ીમની સમયસુચકતાથી માતા અને બાળકને હેમખેમ હોસ્પિટલ પહોંચાડતા સરસિયા પરિવારમાં ખુશી ની લહેર જોવા મળી હતી. હીમીબેનના પરિવારજનોએ લિંબાસી ૧૦૮ ની ટીમના પાઇલોટ ગજેન્દ્રભાઈ અને ઇએમટી નીલ પટેલનો આભાર માન્યો હતો.