Charchapatra

મધ્યમ વર્ગને પોષાય એવા દરો જ માન્ય રાખી શકાય

સમંકિત શાહે તેમની કોલમમાં ખેડૂતોને ખેત પેદાશનાં યોગ્ય ભાવ મળવા જોઇએ એમ લખતાં લખ્યું છે કે સ્વામીનાથન કામશને ખેડૂતોને તેમની ખેતપેદાશનાં ઉપજ માટે થતાં બિયારણ-ખાતર દવાઓ મજૂરી જમીનનું ભાડુ જેવા થતાં ખર્ચ ઉપરાંત યોગ્ય વળતર કિશાનોને મળવુ જોઇએ એવુ સુચન કર્યું છે તે યથાયોગ્ય કહી શકાય. કોઇપણ ઉત્પાદકને તેનાં ઉત્પાદનનો તેનુ જીવન સરળ બની રહે એટલો નફો તો મળવો જોઇએ જ. તેમણે બીજી વાત લખી છે કે 1970માં સોનુ 100 રૂ. દશ ગ્રામ હતું તો ઘંઉ 50 પૈસા કિલો મળતા હતાં.

10 ગ્રામ છે જયારે ઘઉ 25 રૂા., 1 કિલો મળે છે જે 10 ગ્રામ સોનામાં બે હજાર કિલો ગ્રામ ઘઉ મળે છે તેમનું કેહવુ છે કે હક્કિતમાં ઘઉં બસો કિલો જ મળવા જોઇએ આમ ઘઉ એક કિલોના 250, રૂ. હોવા ઘટે આ ગણિત કઇ બંધ બેસતુ નથી વર્તમાનમાં પણ માથાદીઠ આવકની તૂલાએ તો સમાજ ત્રણ ભાગમાં વહેચાયલ જોવાય છે એક બેફામ બગાડ કરતો ધનિક વર્ગ બીજો અર્ધભૂખ્યો રેહતો મધ્યમ વર્ગ અને ત્રીજો પૂરતુ પોષણ પણ ના મેળવી શકતા ગરીબ વર્ગ જો સરકારી કર્મચારીઓ ઉધ્યોગિક સંસ્થામાં કામ કરતો ઉચ્ચશિક્ષિત વર્ગને જ 250 રૂ. ઘઉ પરવડી શકે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની જે આવક છે તેઓનું શું થાય કંકઇ વિચાર્યુ છે ખરૂ?

તેઓ મધ્યમ વર્ગને પોષાતા મોંઘા પેટ્રોલ, હોટલની વાનગીઓ વિષે લખે છે કે તેમને કેવી રીતે પરવડે છે ભાઇ પેટ્રોલ તો તેમની મજબુરી છે નોકરી ધંધાએ જવા માટે લેવુ જ પડે છે ને હોટલમાં મધ્યમ વર્ગ કેટલી વાર તો હશે તેનો સર્વ કરવા જેવો છે. વળી હોટલ વાળા વાનગીનાં જે ભાવ લે છે તે ઉઘાડી લૂંટ લેખી શકાય તે માટે હોટલવાળા સામે પગલાં લેવા ઘટે નહિં કે મધ્યમ વર્ગને દોષી કરાર કરાય બધી રીતે વિચારતા કિસાનોને યોગ્ય ભાવ મળવા જ જોઇએ પણ અન્ન અવશ્યકતા માથાદીઠ રાષ્ટ્રની સરેરાશ આવકનાં પ્રમાણમાં જ સૌને મળવુ જોઇએ ખરૂને.
નવસારી           – ગુવણત જોષી   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top