સીંગવડ: સીંગવડની મામલતદાર ઓફિસમાં મામલતદાર ની કાયમી નિમણૂક નહીં કરાતા સીંગવડ તાલુકાના પ્રજાને તકલીફ પડતી હોય છે. જ્યારે સિંગવડ તાલુકા માં આજે કેટલાય ટાઈમથી મામલતદાર રિટાયર થયા પછી આજદિન સુધી મામલતદારની જગ્યા ભરવામાં નહીં આવતા ગામડાની પ્રજાને નકલો પર સહીઓ કરવા માટે બીજા તાલુકાના મામલતદારને ચાર્જ આપવામાં આવતા તે પણ અમુક દિવસ કે અમુક ટાઈમ નક્કી કર્યા મુજબ આવીને જતા રહેતા હોય છે ત્યાર પછી જો કોઈને ઇમર્જન્સીમાં મામલતદારની સહી નું કે કોઈ કામ પડ્યું તો તેના માટે ચાર્જ વાળા મામલતદાર આવે તેની રાહ જોઇને બેસી રહેવું પડે તેમ છે જ્યારે સિંગવડ તાલુકા માં 71 ગામ હોય અને આ ગામોના લોકોને અવાર નવાર દાખલા તથા ઘણા કામો માં મામલતદારની સહી જરૂર પડતી
હોય છે.
જ્યારે સીંગવડ તાલુકામાં મામલતદારની જગ્યા તાત્કાલિક ભરવામાં આવે તો આ ગામડાની પ્રજાને દાખલા તથા બીજા કામો માટે મામલતદાર ની રાહ દેખવાનો વારો નહીં આવે અને તાત્કાલિક કામ થઈ શકે તેમ છે સિંગવડ તાલુકો નવો બન્યો હોવાથી આ જગ્યા પર કાયમી મામલતદાર હોય તો બીજા ઘણા કામો આસાનીથી થઈ શકે તેમ છે જ્યારે બીજા તાલુકાઓ ના મામલતદાર ને ચાર્જ આપવામાં આવતાં તે તેમના તાલુકાના કામો પૂરા કરીને જ ચાર્જ વાળા તાલુકામાં તેમના ટાઈમ નક્કી કર્યા મુજબ તથા દિવસ નક્કી કર્યા મુજબ તાલુકામાં આવતા હોય છે જો કોઇને ઇમર્જન્સીમાં કામ પડે તો સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસના કર્મચારીઓ ચાર્જમાં હોય તે મામલતદાર પાસે સહી કરવા જવું પડતું હોય છે. આતો સોના કરતાં ઘડામણ મોંઘું હોય તેમ લાગી રહ્યું છે મામલતદારની કાયમી નિમણૂક થાય તેવી લોકોની માગ છે.