વિદ્યાનગરમાંથી માત્ર હોન્ડા કંપનીના બાઇક ચોરતા 3 ઝબ્બે

આણંદ : વિદ્યાનગર પોલીસે શંકા આધારે રોકેલા ત્રણ બાઇક સવાર યુવકની પુછપરછ કરતાં તે વાહન ચોર હોવાનું ખુલ્યું હતું. આ શખસે હોન્ડા સ્પેન્ડર પ્લસ બાઇકને નિશાન બનાવતાં હતાં. કારણ કે તેના કી શોકેટ (ચાવી) ઢીલી થતાં તે અન્ય કોઇ ચાવીઓથી ખુલી જતું હોય તેને ખોલી ચારી કરી જતાં હતાં. આ શખસોએ છેલ્લા કેટલાક દિવસમાં જ મધ્ય ગુજરાતમાંથી 20 જેટલા બાઇક ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. વિદ્યાનગર પોલીસની ટીમને બાતમી મળી હતી કે રીઢો બાઇક ચોર હર્ષદ ઉર્ફે હોલો બાવજી ભોઇ (રહે.ફાગણી) ચોરીનું બાઇક લઇ જીઆઈડીસીમાં ફરી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. જાદવ સહિતની ટીમે છટકું ગોઠવી હર્ષદને પકડી પાડ્યો હતો. તેની પાસે નંબર વગરનું બાઇક મળી આવ્યું હતું. જે અંગે સઘન પૂછપરછ કરતાં તે ભાંગો પડ્યો હતો અને બોરસદમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

આથી, તેની અટક કરી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. તેમાં હર્ષદે કબુલ્યું હતું કે, મે મહિનામાં આણંદ સબજેલમાંથી છુટ્યા બાદ અલગ અલગ જગ્યાએથી વડોદરા, નડિયાદ, અમદાવાદ, સુરતમાંથી બાઇક ચોરીઓ કરી હતી. તેણે અત્યાર સુધીમાં 20 બાઇક ચોરીની કબુલાત કરી છે. જેમાં વડોદરા, ખેડા, સુરત, અમદાવાદ, આણંદ સહિત જિલ્લાનો સમાવેશ થાય છે. આથી, પોલીસે તેની પાસેથી 20 બાઇક કિંમત રૂ.5.65 લાખની રીકવરી કરી તેના સાગરીત ભરત ઉર્ફે લાલો જીજા ભરવાડ (રહે. મુળ જામડી,તા. લીંમડી, જિ. સુરેન્દ્રનગર, હાલ ફાગણી) તથા રાજુ મખા સાટીયા (ભરવાડ) (રહે.છલાળા, તા. ચુડા)ની અટક કરી હોન્ડા સ્પેન્ડર પ્લસ 17 અને હોન્ડા સાઇન 2 ને ડિસ્કવર મળી કુલ 20 બાઇક ચોરીના ગુનો ઉકેલ્યાં હતાં. હર્ષદ ઉર્ફે હોલો રીઢો અગાઉ પણ વાહન ચોરીમાં પકડાયો હતો.

Most Popular

To Top