Charchapatra

‘‘ઓનલાઈન નોંધણી પોલીસ વિભાગનું આવકારદાયક પગલું ’’

આપણે જાણીએ છીએ કે ફલેટ કે મકાન ભાડે આપેલ હોય તો તેની નોંધણી નજીકના પોલીસ મથકમાં કરાવવી ફરજીયાત છે. પોલીસ ખાતાના  જણાવ્યા અનુસાર હવે આ નોંધણી ઓનલાઈન કરી શકાશે. એટલે કે હવે ઘરબેઠા જ સીટીઝન ફસ્ટ ગુજરાત પોલીસ એનડર્ઈડ અને એસઓએસ એપ અથવા તો સીટીઝન પોર્ટલ વેબ પર જઇને ભાડુઆતની નોંધણી કરી શકાશે. શહેરીજનોની સુવિધાઓને  જોતાં નોંધણીની પ્રક્રિયા સરળ કરવા માટેનું આ પગલું ખરેખર આવકારદાયક છે.

આવી જ રીતે ફેકટરીનાં માલિકોએ પણ તેમને ત્યાં કામ પર રાખનાર દરેક કર્મચારીઓની નોંધણી કે વેરીફીકેશન નજીકના પોલીસ મથકમાં કરાવવી પડતી હોય છે. જો ગુજરાત પોલીસ આ બાબતને પણ ઓનલાઈન કરવા ધ્યાનમાં લે તો દરેકના સમયની બચત સાથે રેકોર્ડ રાખવાની પ્રકિયા માંથી પણ છુટકારો મળી શકે તેમ છે , એવું લખનારનું માનવું છે.

           – સૃષ્ટિ કનક શાહ            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top