SURAT

ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા હોવ તો સુરતના યુવક જેવો આઈડિયા લગાડજો, રૂપિયા પરત મળી જશે

સુરત: ડીજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન ફ્રોડ (Online Fraud) એટલે કે સાયબર ક્રાઈમનો (Cyber Crime) રેટ પણ ખૂબ હાઈ થયો છે. એક મેસેજ, એક લિન્ક કે એક ફોન કોલથી ચીટરો અનેક લોકને રોજ છેતરતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકો તેમની મહેનતના રૂપિયા પરત મેળવી શકતા નથી અને અફસોસ કર્યા કરે છે, પરંતુ સુરતના એક યુવકે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા બાદ એવો આઈડિયા લગાડ્યો કે તેને તેના બધા જ રૂપિયા પરત મળી ગયા છે.

  • એસબીઆઈ બેંકમાં લીંક મોકલી કેવાયસી અપડેટ કરવાના બહાને ઓન લાઇન છેતરપિંડીનો ભોગ બનેલા હિતેશભાઈને સાયબર ક્રાઈમ પોલીસે 1.60 લાખ રૂપિયા રીફંડ કરાવ્યા હતા.

હિતેશભાઈ કુકડીયાને ગત 11 ફેબ્રુઆરીએ અજાણ્યા નંબર ઉપરથી ફોનમાં કેવાયસી અપડેટ માટે એક મેસેજ આવ્યો હતો અને તે માટે આવેલી લીંક તેમને ઓપન કરતા એસબીઆઈ બેંકનું પેજ ઓપન થયું હતું. તેમને યુઝરનેમ તથા પાસવર્ડ નાખતા ઓટીપી જનરેટ કરવા જણાવ્યું હતું. હિતેશે ઓટીપી નાખતા તુરંત જ તેમના બેંક એકાઉન્ટમાંથી 1.84 લાખ ડેબીટ થયા હતા. જેથી હિતેશભાઈએ તત્કાલીક સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. ટ્રાન્ઝેક્શનની વિગત ચેક કરતા ફ્લીપકાર્ટમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાઇ આવ્યું હતું. ફ્લીપકાર્ટ કંપનીના નોડલ ઓફિસરને નોટિસ પાઠવી હતી. જેનો રિપ્લાય આવતા કુલ 1.60 લાખ રૂપિયા રીફંડ કરવામાં આવ્યા હતા.

108 કર્મીની ઈમાનદારી: ઘાયલ દર્દીના પરિવારને 2.50 લાખની વસ્તુઓ પરત કરી
સુરત: અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના પરિવારજનને રોકડ રકમ 61 હજાર અને સોનાની વીંટી, મોબાઈલ ફોન મળી 2.50 લાખનો મુદ્દામાલ 108ના ઇએમટી શબ્બીરખાન બેલીમ અને પાઇલોટ મુકુન્દ ભાઈએ પરિવારજનોને પરત કરી માનવતા મહેંકાવી હતી.

પલસાણામાં રહેતા ઘનશયામભાઈ પટેલ પોતે ભાવનગરથી રો-રો ફેરી જહાજમાં ભાવનગરથી સુરત આવ્યા હતા. ગઈકાલે રાત્રે રો-રો ફેરી હજીરાથી પોતાના ઘરે પોતાની બાઇક એક્ટિવા લઈને જતા હતા. હજીરા રોડ પર અકસ્માત થતાં માથાની ભાગે ઇજા થતાં બેભાન થઈ ગયા હતા. જેથી 108 એમ્બ્યુલન્સને કોલ મળતા ઇએમટી શબ્બીરખાન અને પાયલોટ મુકુન્દભાઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. 38 વર્ષીય ઘનશ્યામભાઈ પાસેથી ઈએમટીને 61 હજાર રૂપિયા રોકડા, સોનાની 3 વીંટી, સોનાની એક ચેઈન, બે મોબાઈલ ફોન, ચાંદીની વીંટી એક અને ડોક્યુમેન્ટ એટીએમ મળી આવ્યા હતા. તેમને નવી સિવિલમાં ખસેડ્યા હતા. ઘનશ્યામભાઈ સાથે તેમના કોઈ સગા વ્હાલા નહોતા. એટલા માટે 108ના ઈએમટી શબ્બીરખાને તમામ વસ્તુ તેની પાસે લઈને ઘનશ્યામભાઈના મિત્ર મયુરભાઇને સોંપીને માનવતા મહેકાવી હતી. સુરત 108 પ્રોગ્રામ મેનેજર ફયાજ પઠાણ અને ઇએમઇ રોશનદેસાઈએ ઇએમટી શબ્બીર બેલીમ અને મુકુન્દ ભાઈની ઈમાનદારીને બિરદાવી હતી.

Most Popular

To Top