Charchapatra

ઓનલાઈન ફ્રોડ

ભારતમાં ડીઝીટલ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હોય હવે ભારતમાં ડીજીટલ પેમેન્ટ કે ડીઝીટલ વ્યવહાર વધતો જઈ રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટનાં ફાયદા પણ છે અને ગેરફાયદો પણ છે. ફાયદામાં વ્યક્તિએ રોકડ રકમ સાવચેત લઈ નાણાંકીય જોખમ ટાળવી શકાય છે. પરંતુ તેની સાથે સાથે ઓનલાઈન ફ્રોડ કરનારાઓ પણ ટાંકીને બેઠા જ હોય છે. વ્યક્તિનો પાસવર્ડ, ATM કાર્ડનો નંબર) એકાઉન્ટ નંબર, વગેરે મેળવી લઈને વ્યક્તિ સાથે છેતરપિંડી કરી બેંકમાંથી નાણાં ઉપાડી લેતા હોય છે. એવી અવસ્થામાં જે વ્યક્તિએ 1030 નંબર પર તરત ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવવી જોઈએ. સોશ્યલ નેટવર્ક પર ફ્રોડ કરનારાઓ પોતાની દુકાન ખોલીને બેઠા હોય છે. સહકાર આવી દુકાનો પર વોચ ગોઠવવાને બદલે લોકો છેતરાઈને ફરિયાદ કરે પછી એક્શનમાં આવે છે. દરેક ક્ષેત્રે ઓનલાઈન લોન, એડમીશન, મેડીસીન, શેરબજાર, જોબ, ગેમીંગ વગેરેમાં હસ લેનારને સર્ચ કરવા જાય ત્યારે ફ્રોડ કરનારાઓ ટોપીને જ બેઠો હોય સરકારે ફ્રોડ કરનારાઓ તરફ વોચ ગોઠવે અને કડક પગલાં બે એ સમયની માંગ છે.
નવસારી           – હિતેશ દેસાઈ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વર્ણવ્યવસ્થા અને મૂડીવાદ સિકકાની બે બાજુ
વર્ણવ્યવસ્થા અને મૂડીવાદ માનવજીવનમાં એવાં વણાઈ ગયાં છે કે ઘઉંમાંથી કાંકરા કાઢવા જેવું છે. અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવા આઝાદી મેળવવાના પગરણ મંડાયાં કે આઝાદ ભારતમાં “વસુધૈવ કુટુંબની ભાવના”તો જાગૃત થશે પણ એવું થવાના બદલે ઉલટી ગંગા વહેવા માંડી. ગુલામીમાં પણ વર્ણ વ્યવસ્થા, અન્ધશ્રદ્ધા, જાતિ ભેદ, કોમવાદ,અસ્પૃશ્યતા બેકરાર હતી એટલે વર્ણ વ્યવસ્થામાં શૂદ્ર માટે તો અંગ્રેજોની ગુલામી અને હિન્દુઓની અસ્પૃશ્યતા બન્નેનો પ્રતિકાર કરવાનો હતો તેમ છતાં આ બદીઓ નાબૂદ થાય તે માટે જે તે સમયના સાહિત્યકારો, વિચારકો જેવાં કે ડો બાબાસાહેબ આંબેડકર,મહાત્મા જ્યોતિ બા ફૂલે, સાવિત્રી બાઈ ફૂલે, રાજારામ મોહનરાય, સ્વામી વિવેકાનંદ, વગેરેએ જેહાદ જગાવી હતી.

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા પણ વર્ણવ્યવસ્થા તો બેકરાર હતી તેમાં આઝાદીનાં થોડાં વર્ષો બાદ મૂડીવાદનો પગપેસારો થયો. જો કે પ્રસિધ્ધ વિચારક કાર્લ માર્કસ એ તો મૂડીવાદ સામે પહેલેથી જ લાલબત્તી ધરી હતી. હાલ દેશ એવા માહોલમાંથી પસાર થઈ રહ્યો છે કે માનવ એકબીજાને માનવ જોવાના બદલે એકબીજાના લાભાલાભમાંથી જ ઊંચો નથી આવતો ત્યારે ઊંચો અને નીચો જોવાના બદલે બધા જ સમાન રહે તેવું આયોજન કરવાની જરૂર છે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top