Comments

સરકારની એક જ વાત: જુદો સૂર નહીં જોઇએ

‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે જેને ભારતને બદનામ કરવા માટેનું કોંગ્રેસની ઓજાર પેટી પોતે ગણાવી હતી તે સામગ્રીનો ભારતીય જનતા પક્ષે ખાસ્સો પ્રચાર કર્યો. પણ હકીકતની ચકાસણી કરતી વેબસાઇટ ALTnewsએ બતાવ્યું કે ભારતીય જનતા પક્ષ જે સામગ્રી અપનાવતો હતો તે ખોટી છે.

ભારતીય જનતા પક્ષે કોંગ્રેસે પોતાના લેટર હેડ પર પક્ષના કાર્યકરો, સ્વયંસેવકો અને ટેકેદારોને સૂચના આપી છે કે તમારે ‘એમને વ્યાપક ફેલાવનાર કુંભ’ શબ્દોનો ઉપયોગ કરવો, ઇદના મિલન પર ટીકાટિપ્પણ નહીં કરવી અને અંતિમ સંસ્કાર અને મૃતદેહોના અત્યારે વિદેશી પ્રસાર માધ્યમો કરે છે તેવી નાટયાત્મક રીતે પ્રચારમાં ઉપયોગ કરવો. આ વાત ખોટી નીકળી અને લેટર હેડ પણ બનાવટી હતો એમ Alt newsએ તરત બતાવ્યું.

ટિવટરે અમદાવાદ સ્થિત આ વેબસાઇટ પર ભારત સરકાર કરતાં વધુ ભરોસો કર્યો અને સામગ્રીને ખોટી જાહેર કરી. ભારતીય જનતા પક્ષ વ્યથિત થઇ ગયો અને તેણે બીજી ધમકીભરી નોંધ મોકલી કે તમારે ‘ઘાલમેલિયો પ્રસાર માધ્યમ’ શબ્દો દૂર કરવા કારણ કે સરકાર આ બાબતની તપાસ કરે છે. સમસ્યા અલબત્ત એ છે કે સરકારે પહેલાં કોંગ્રેસ પક્ષને બદનામ કર્યો, પછી જુઠાણું ચલાવતાં તે પકડાઇ અને હવે તે પોતે જ કરેલો અને તેના તમામ સભ્યોએ પોતાના સત્તાવાર એકાઉન્ટમાંથી બહુ ચગાવેલો દાવો સાચો છે કે નહીં તે તપાસી રહી હોવાનો દાવો કરે છે! આથી જ એક નાનકડા સમાચાર તંત્રની આજે ભારતના પ્રજાસત્તાકની સરકાર કરતાં વધુ વિશ્વસનીયતા છે. ટવીટર પાસે એક પારદર્શિતા કેન્દ્ર છે જેમાં તે તે માહિતીની વિનંતી મૂકે છે. આ ટવીટરને કયાં તો સરકારને નહીં ગમતી સામગ્રીને કાઢી નાંખવા અથવા વપરાશકારની ઓળખ આપવાની ભારત સરકારની નોટિસ છે.

જાન્યુઆરી 2012 થી 2014 ના જૂન સુધી તેને ભારત સરકાર તરફથી એક યા બે થી વધુ ભાગ્યે જ વિનંતી મળી છે. 2016 ના ઉત્તરાર્ધમાં તેને 151 વિનંતીઓ મળી. 2018 ના જાન્યુઆરીથી જૂન સુધીના ગાળામાં તેની સંખ્યા બમણી થઇ ગઇ અને 2019 ના જુલાઇથી ડિસેમ્બરના ગાળામાં તેની સંખ્યા ફરી વધીને 662 થઇ. 2020 ના જાન્યુઆરીથી જૂન વચ્ચેના છેલ્લામાં છેલ્લા સમયગાળાની માહિતી દર્શાવે છે કે મોદી સરકારે 2367 વિનંતીઓ મોકલી છે, જેમાં તેણે કોઇની ઓળખ છતી કરવાની માંગણી કરી હોય, જેને બંધ કરવાની માંગણી કરી હોય અથવા જેમાં પોતાને નહીં ગમતી સામગ્રી કાઢી નાંખવાની વિનંતી કરી હોય.

સરકાર આવું કેમ કરે છે? કારણ કે આ સોશ્યલ મીડિયા એ વાસ્તવિકતા બતાવે છે કે જે ભારતીય જનતા પક્ષ બહાર નહીં પડે તેમ ઇચ્છે છે. વધુ ને વધુ લોકો કહે છે કે સોશ્યલ મીડિયા પરની સામગ્રી સરકારને અકળાવે છે. તેનો એક રસ્તો એ છે કે તેની અવગણના કરવી અને ભારતની ભૂતકાળની સરકાર આવું જ કરતી હતી તેથી ટિવટરને સામગ્રી હઠાવવા માટેની ‘ટેકડાઉન’ નોટિસો બહુ ઓછી મળતી હતી. પણ જો પોતાના વિશે શું કહેવાય છે તે માટે આવી હોય, એ હદે આવી હોય કે તે પોતાની ટીકા સાંખી નહીં શકે તો તેણે આજે ભારતમાં સોશ્યલ મીડિયામાં ચાલી રહયું છે તે જ કરવાનું રહે.

ટિવટર ફેસબૂક કરતાં સ્હેજ અલગ છે અને પોતે વધુ સ્વતંત્ર હોવાનો ડોળ કરે છે તેમ જ વાણી સ્વાતંત્ર્યના રખેવાળ હોવાનો ડોળ કરે છે. ફેસબૂક ગળાંકાપ કોર્પોરેટ કંપની છે જે આપખુદ સરકારો જ પથારીમાં પણ સૂઇ જાય અને વપરાશકર્તાઓ અને તેમની સામગ્રીને અટકાવી દેવાની કામગીરી પણ કરશે અને જો કોઇ સરકારી સામગ્રી હિંસાને પ્રોત્સાહન આપતી હશે તો તેને પણ પ્રોત્સાહન આપશે. ટીવટર કહે છે કે અમે અમારા વપરાશકર્તાઓના સ્વાતંત્ર્યના ટેકેદાર છીએ અને ‘અમે માહિતીના ખુલ્લા વ્યવહાર માટે પ્રતિબધ્ધ છીએ’ અને તેથી જ તે પોતાના પારદર્શિતા હેવાલ પ્રગટ કરે છે. જેનાથી ઉપરોકત માહિતી લીધી છે.

ભારત એક માત્ર એવો લોકશાહી દેશ છે જે ટવીટરને આવી વિનંતી કરે છે. અમેરિકામાં પ્રમુખનું રક્ષણ કરતી ‘સીક્રેટ સર્વિસો પ્રમુખ સામે કવચિત ધમકી અપાતી હોય તો પણ તે દરેકની પૂરેપૂરી ચકાસણી કરવી પડે. પણ મંતવ્યો પર નિયંત્રણ નહીં લાદવામાં આવે. ભારતમાં તો સરકારની ટીકા થવા જ દેવામાં નથી આવતી. વિરોધ પક્ષોને ઇરાદાપૂર્વક બદનામ કરવામાં આવે અને તે પકડાઇ જાય ત્યારે સરકાર ઉત્તરદાયિત્વનો પ્રતિકાર કરે. ભારત ચીનના માર્ગે જઇ રહયું છે જયાં સોશ્યલ મીડિયાને મેસેજ પર નિયંત્રણ રાખવાની અને સામુહિક મોજણીની સરકારની ઇચ્છાને તાબે થવું પડે છે.

મોદી સરકાર પહેલાં ભારત વાણી સ્વાતંત્ર્યનું ધામ હતું એવું નથી. બહુ ઓછી લોકશાહીમાં લોકોના વાણી સ્વાતંત્ર્યને રૂંધવાને સરકારને ટેકો હોય. ભારતમાં તેવું છે આપણે દેશદ્રોહ, ગુનાહિત, બદનક્ષી અને ગુનાહિત તિરસ્કાર તેમ જ કોઇપણ વિચાર વ્યકત થયો હોય તે પછી કે પહેલાં પણ તેને ગુનાનું સ્વરૂપ આપતા કાયદા હેઠળ વાણી સ્વાતંત્ર્ય બદલ જેલ ભરીએ છીએ. પણ સરકારની ટીકાઓ આજે જેટલી અસહ્ય બની છે તેટલી અગાઉ કયારેય બની ન હતી. આ સરકાર એક જ બાબતનો આગ્રહ રાખે છે. જુદો સૂર નહીં જોઇએ. તે માટે એ અહીં અગાઉ વાત થઇ તેમ તરકટ કરવાનું પણ કામ કરે છે. કટોકટી આવી જ હશે અને જેઓ તેમાં જીવ્યા હશે તેમને આજથી અલગ વાતાવરણ નહીં લાગ્યું હોય.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top