Charchapatra

સુરતને સોનાની મૂરત બનાવનારને યાદ કરવા જોઈએ

ખૂબ જ સરળ સમજાય એવી વાત એક ઇન્ટરવ્યૂમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી, મોદીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થયેલ પત્રકારે વડા પ્રધાનને પ્રશ્ન પૂછ્યો – સાહેબ, તમે ઇતિહાસમાં તમને ક્યાં જોવા માગો છો? તે થોડાક સમય રોકાયા, અને પછી બોલ્યા તમે જાણો છો વેદ કોણ લખ્યાં? મોટાભાગના લોકો મૌન હતાં, તે ખુબ જ નમ્રતાપૂર્વક બોલ્યા- બધું જ ક્ષણિક છે, લાંબા સમય સુધી કઈ યાદ રહેતું નથી, આ વાત યાદ આવી- કારણ કે જ્યારે સુરતનું નામ સ્વચ્છ શહેરમાં આવે છે ત્યારે કમિશનર શ્રી એસ.આર.રાવ [આઈ.એ.એસ. ] ને હંમેશા યાદ કરવાનું ભૂલી ગયા હોય તેવો અહેસાસ જરૂરથી થાય. તેમનું જેટલું સન્માન કરે એટલું ઓછું કહેવાય. સુરતને સાચી સોનાની મૂરત બનાવવામાં રાવ સાહેબની મહત્વપૂર્ણ ભૂમિકાઓ યાદ કરવી જઈએ.
સુરત     – જિજ્ઞેશ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જીવન જીવો તો આવું જીવો
જીવન જીવવું હોય તો એવું જીવો કે દરેક પળ યાદગાર બને. જીવન એક કેનવાસ છે, જેમાં રંગો તમારી પસંદગીના છે. પણ ઘણીવાર આપણે એ ભૂલી જઈએ છીએ કે આ રંગો ફક્ત આનંદના જ નથી, પણ દુઃખ, સંઘર્ષ અને અનુભવોના પણ છે. જીવનમાં દરેક અનુભવ એક પાઠ આપે છે, જે આપણને વધુ મજબૂત બનાવે છે. જો તમે સપનાં જુઓ છો, તો એને હકીકતમાં બદલવા માટે મહેનત કરો. સફળતા એ નથી કે તમે કેટલું કમાયું, પણ એ છે કે તમે કેટલા લોકોના ચહેરા પર સ્મિત લાવ્યા. પ્રેમ, સેવા અને સચ્ચાઈથી જીવેલું જીવન જ સાચું જીવન છે. નાની-નાની ખુશીઓ, જેમ કે સવારનું પક્ષીઓનું કલરવ, પરિવાર સાથેનો સમય, કે મિત્રો સાથેની હાસ્યની પળો, આ જીવનને અર્થ આપે છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવે, પણ હિંમત ન હારો. દરેક પડકાર એક નવી શરૂઆતનો દરવાજો ખોલે છે. ખુદ પર વિશ્વાસ રાખો, અને બીજાને પણ પ્રેરણા આપો. જીવન એક યાત્રા છે, જેમાં દરેક પગલું મહત્વનું છે. તો ચાલો, દરેક દિવસને એવી રીતે જીવીએ કે જ્યારે પાછળ વળીને જોઈએ, ત્યારે ગર્વ થાય કે આપણે જીવનને સાચા અર્થમાં જીવ્યા!
સુરત     – જીશુ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top