ભરૂચ: ભરૂચ (Bharuch) પોલીસ હેડ ક્વાર્ટસ પર બે અનાર્મ હેડ કોન્સ્ટેબલ (Head Constable) વચ્ચે ચકમક ઝરતા એક આસિ.હેડ કોન્સ્ટેબલ અને તેની પત્નીએ અપશબ્દો બોલીને ટેબલને ધક્કો મારીને ટેલીફોનનું કનેક્શન કાઢી નાંખીને જાનથી મારી (death) નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે જંબુસર પાલિકાના દબાણના પોલીસ (police) બંદોબસ્ત માટે એક અનાર્મ હેડ કોન્સ્ટેબલને જવા બાબતે અણગમો હતો.
ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટસના ડીઓ ઓફિસમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે કુત્બુદ્દીન અમીરુદ્દીન સૈયદ છેલ્લા ચાર મહિના નોકરી કરે છે. તા-6/2/2022 ના રોજ રાત્રે સવા નવ વાગ્યાના આસપાસ હેડ ક્વાર્ટસમાં નોકરી કરતા AHC મુકેશભાઈ અમથાભાઈ અને તેમની પત્ની સાથે આવીને કુત્બુદ્દીન સૈયદને મુકેશભાઈએ કહ્યું કે ‘મારી નોકરી જંબુસર બંદોબસ્તમાં કેમ લખી છે.’ જેનો વળતો જવાબ કુત્બુદ્દીન સૈયદે કહ્યું કે ‘નોકરી અધિકારીના ફરમાનથી હાજરીમાં લખતા હોવાથી આ બાબતે હું કઈ જાણતો નથી.’ જે વાતથી એકદમ ગુસ્સે થઈને કુત્બુદ્દીન સૈયદને મુકેશભાઈએ મારવાનો પ્રયાસ કર્યો હતો. મુકેશભાઈએ ડીઓ ઓફિસના ટેબલને ધક્કો મારીને કુત્બુદ્દીન સૈયદની ખુરશી જમીન પર પછાડી હતી.
ટેલીફોન કેબલ કનેક્શન કાઢીને રસ્તામાં ફેંકી દીધો હતો. મુકેશભાઈની પત્નીએ ખુરશીને બહાર ફેંકી દીધી હતી. મુકેશભાઈએ કહ્યું કે ‘હવે પછી મારી નોકરી બંદોબસ્તમાં લખી તો જાનથી મારી નાંખીશ’ એની ધમકી આપી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ કંટ્રોલરૂમમાં કરતા મુકેશભાઈ અપશબ્દો બોલતા તેને પકડતા જમીન પર આળોટવા લાગ્યો હતો. જે બાબતે બી-ડીવીઝન પોલીસમાં મુકેશભાઈ વિરૂદ્વ ગુનો દાખલ કર્યો હતો.
ચોર પકડાયા બાદ કંપનીના યુનિક હેડે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી
ભરૂચ: કંપનીમાં ૧.૮૦૦ કિલોગ્રામ કેટાલિસ્ટ પાઉડર ચોરીમાં વાગરા પોલીસે સાચણ ગામેથી બે ઇસમોની ઝડપી પાડ્યા બાદ કન્વર્ઝન્સ કંપનીના યુનિટ હેડે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હાલમાં વાગરાના પીએસઆઈ વી.એ.રાણા સહીત ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે “સાચણ ગામની હસમુખભાઈ ધનજીભાઈ પ્રજાપતિએ કંપનીઓમાં પ્લાન્ટ પ્રોસેસમાં વપરાતો મોંઘો કેટાલિસ્ટ પાઉડર ચોરી કરી લાવીને ઘરમાં સંતાડ્યો છે.” જે બાબતે વાગરા પોલીસે રેડ કરીને હસમુખ પ્રજાપતિના ઘરે ૧.૮૦૦ કિલોગ્રામ કેટાલિસ્ટ ઝડપી પાડ્યો હતો. પોલીસે હસમુખ પ્રજાપતિની સઘન પૂછપરછ કરતાં ઘટસ્ફોટ કર્યો હતો કે વાગરા તાલુકાના વાવના નવીનગરીમાં રહેતો અને દહેજ GIDC સ્થિત કન્વર્ઝન્સ કંપનીમાં કામ કરતો દિપકભાઈ દલપતભાઈ રાઠોડ (ઉ.વ.૨૩) કંપનીના સ્ટોર રૂમમાંથી તરકટ વાપરીને ચોરી કરી લાવ્યો હતો. પોલીસે બંનેની CRPC-૧૦૨ મુજબ અટક કરી હતી. આ ઘટના બાદ મોડે મોડેથી કન્વર્ઝન્સ કંપનીના યુનિટ હેડ સાકેત ગુહા હરિશંકર ગુહાએ પકડાયેલા બંને ઈસમો વિરૂદ્ધ દહેજ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.