Entertainment

‘વન પીસ’ સીઝન 2 આજે રિલીઝ: ક્યાં જોઈ શકશો? શું હશે નવી વાર્તા?

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતી લોકપ્રિય લાઇવ-એક્શન એડવેન્ચર સિરીઝ વન પીસ ફરી એકવાર ચાહકો માટે નવા એપિસોડ્સ સાથે આવી છે. 2023માં આવેલી પ્રથમ સીઝનમાં તેની રસપ્રદ વાર્તા, જબરદસ્ત એક્શન અને મંકી ડી. લફી તથા તેની સ્ટ્રો હેટ પાઇરેટ્સની સાહસિક સફરથી વિશ્વભરના દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. હવે લગભગ બે વર્ષની રાહ પછી સિરીઝની બીજી સીઝન “ONE PIECE: Into the Grand Line” સાથે ફરી સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. વન પીસ સીઝન 2 10 માર્ચ 2026થી Netflix પર સ્ટ્રીમ થવા લાગી છે. સીઝનના તમામ 8 એપિસોડ પેસિફિક સમય મુજબ રાત્રે 12:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યા છે. ભારતીય દર્શકો માટે એપિસોડ બપોરે 12:30 PM ISTથી ઉપલબ્ધ થયા છે. તમામ એપિસોડ એકસાથે રિલીઝ થતા ચાહકો આખી સીઝન એક જ વખતમાં પણ જોઈ શકાશે.

સીઝન 2માં શું હશે ખાસ?

પ્રથમ સીઝનના અંતે નવા ખલનાયક કેપ્ટન સ્મોકરનો ટીઝર જોવા મળ્યો હતો, જેમાં ચાંદી જેવા વાળ ધરાવતો માણસ હાથમાં બે સિગાર સાથે લફીના વોન્ટેડ પોસ્ટરને નુકસાન પહોંચાડતો જોવા મળ્યો હતો. બીજી સીઝનમાં વાર્તા વધુ વિસ્તૃત બનીને અરબાસ્તા સાગા તરફ આગળ વધશે. આ નવી સીઝન સાથે લફી અને તેની સ્ટ્રો હેટ પાઇરેટ્સની સાહસિક સફર હવે ગ્રાન્ડ લાઇન તરફ આગળ વધશે, જે સીરિઝને વધુ રોમાંચક બનાવશે.

આ સીઝનમાં કેટલાક મહત્વપૂર્ણ સ્ટોરી આર્ક્સ પણ જોવા મળશે, જેમ કે:

  • લોગુટાઉન આર્ક
  • બેરોક વર્ક્સ સંગઠન
  • લોકપ્રિય પાત્ર ટોની ટોની ચોપરનો પરિચય

નવી સીઝનમાં કુલ 8 એપિસોડ છે અને તેનો કુલ રનટાઇમ લગભગ 481 મિનિટ (8 કલાકથી થોડો વધુ) છે. આ સમયગાળો પ્રથમ સીઝન કરતાં આશરે 30 મિનિટ વધુ છે. નેટફ્લિક્સે બીજી સીઝન માટે કેટલાક નવા પાત્રો અને કલાકારોની જાહેરાત કરી છે, આ સીઝનમાં કેટલાક નવા અને મહત્વપૂર્ણ પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મિકેલા હૂવર ટોની ટોની ચોપરનું પાત્ર ભજવશે, જ્યારે ચરિત્ર ચંદ્રન મિસ વેન્સડે તરીકે જોવા મળશે. ઉપરાંત જો મંગાનિએલો મિસ્ટર 0ની ભૂમિકા નિભાવશે અને લેરા અબોવા મિસ ઓલ-સન્ડે તરીકે દેખાશે. આ સાથે કેલમ કેર ખલનાયક કેપ્ટન સ્મોકર તરીકે દર્શકોને જોવા મળશે.

Most Popular

To Top