જાહેર ખબર દ્વારા ઘણી વાર એક પર એક વસ્તુ નિ:શુલ્ક પ્રાપ્ત થશે એવી માહિતી વેપારી કે ઉત્પાદકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર કરવામાં આવે છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે કોઇ પણ વેપાર ખોટનો વેપાર તો કરે જ નહી. તો એટલી જ કિંમતમાં બંને વસ્તુની પડતર કિંમત આવી જ જાય અને તે ઉપરાંત વપારીને કે ઉત્પાદની ખપત ન હોય અને આ સ્કીમ બહાર પાડતા હોય. પડતર કિંમત ઓછી હોય અને એક પર એક ફ્રી વસ્તુ આપી શકાતી હોય. બાકી ગુણવત્તા ચકાસ્યા વિના એક પર એક ફ્રી વસ્તુનો મોહ કઇ રીતે રાખી શકાય.
વારંવાર સેલની લોભામણી જાહેર ખબર પણ ગ્રાહકોને લોભાવતી હોય છે પણ ક્યારેક સેલને નામે ઉતરતી ગુણવત્તા વાળી ચીજ-વસ્તુ પધરાવી દેવાય છે. સાડીના સેલમાં ન વેચાતી સાડી અને ઓછી ગુણવત્તા વાળી સાડી વેચવામા આવે છે. અપવાદ સર્વત્ર હોય જ. પણ મફત શબ્દના મોહમાં ગ્રાહક છેતરાઇ શકે ખરો. કોઇ પણ વેપાર ખોટના વેપાર કરતા નથી જે એ વાત યાદ રાખી સતર્કતા દાખવવી આવશ્યક જાગો ગ્રાહક જાગો ઉક્તિ સર્વથા યોગ્ય જ છે. ફ્રીમાં પ્રાપ્ત થતી વસ્તુની કિંમત તો વસૂલી લેવામાં આવે જ!
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વસ્તી વધારામાં ઇંધણ ઉમેરાતા લગ્નો
જેટલા લોકો એટલા બાળકોનો ફાલ આવતા વર્ષે પૃથ્વી પર પદાર્પણ કરશે. બાંધી મુદ્દતની આવક, બાળપોષણનો અભાવ, આરોગ્યલક્ષી સેવાનો અભાવ, મોંઘુ શિક્ષણ, મોંઘવારી વિગેરે અનેક કારણોસર વધારાની આવક માટે હવે પતિ પત્નિએ ઘરમાંથી બહાર નિળવું પડશે. શિશુઓને ઘોડિયાઘરમાં મૂકવા પડશે અને ઘરડાઓને ઘરડાઘરમાં.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
