દેશમાં છેલ્લા કેટલાક સમયથી એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલની ચર્ચા થઇ રહી છે જે અંગે કેન્દ્રિય કેબિનેટ આ બિલની મંજૂરી આપી હતી. હવે લોકસભામાં મંજૂરી માટે બિલ રજૂ કરાશે. અહીં વિચારશીલ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વન નેશન વન ઇલેકશન લાવવા કેન્દ્ર સરકાર ખૂબ જ ઉત્સાહી જણાય છે તો પછી આટલો જ ઉત્સાહ વન નેશન વન લો, વન નેશન વન એજ લીમીટ અને વન નેશન વન પ્રાઇઝ જેવાં બિલો મંજૂરી માટે લાવવા દેખાડવો જોઇએ કારણ કે વર્તમાન વાસ્તવિકતા એ છે કે સામાન્ય પ્રજાને નોકરીઓ માટે ચોક્કસ ઉંમર મર્યાદા હોય છે જયારે નેતાઓ માટે કોઇ પણ પદ પર નિમણૂક માટે કે ચૂંટણી લડવા અંગે કોઇ ઉંમર મર્યાદા હોતી નથી. સામાન્ય પ્રજા માટે કાયદા કાનૂન અને નિયમો હોય છે જયારે નેતા અભિનેતાઓ માટે આ અંગે તફાવત સ્પષ્ટપણે પ્રજા અનુભવી અને જોઇ રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર એવાં બિલો લાવે જે તમામ માટે રાજા અને પ્રજા માટે સરખાં અને ન્યાયલક્ષી હોય. આ અંગે સરકારે પ્રજાહિતમાં ગંભીરતાથી વિચારવું જોઇએ.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પત્નીપીડિત પુરુષોની આત્મહત્યાનું કારણ સમાજ અને દેશ માટે શરમજનક
સિક્કાની બે બાજુ તેમ દરેક બાબતની બે બાજુ હોય છે. કોઈ સ્વીકારે તો કોઈ ન સ્વીકારે, કોઈ માને તો કોઈને મનાવવા પડે. ભારતીય સમાજવ્યવસ્થામાં સ્ત્રીને કરુણામૂર્તિ, અર્ધાંગિની, અબળા વગરે વિશેષણો આપવામાં આવ્યાં છે. સ્ત્રીને કોઈ પણ સંજોગોમાં હેરાન, પરેશાન, મારઝૂડ, માનસિક ત્રાસ તો ન જ આપવો જોઈએ એ દરેકની ફરજ છે. સ્ત્રીઓના રક્ષણ માટે કાયદામાં પ્રાવધાન કરાયું છે. સ્ત્રી માટે તો પતિ એ જ પરમેશ્વર.દરેક સ્ત્રી પતિ માટે જાત જાતના વ્રત કરે છે. તેમાં વળી કડવા ચોથ વ્રતનું મહત્ત્વ તો શ્રેષ્ઠ ગણવામાં આવે છે કેમ કે તે કડવું એટલે તો સાચું જ હોય.
સ્ત્રી માટે પુરુષો કોઈ વ્રત નથી કરતા. જો કરતા હોત તો શું થાત? તાજેતરમાં બેંગલોરમાં યુવાન એન્જિનિયર દ્વારા પત્ની અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી આ બાબતની વિગતે છણાવટ સમકિત શાહ દ્વારા લિખિત કોલમ ‘ટુ ધી પોઇન્ટ’ માં કરી છે. બૌદ્ધિક રીતે વિચારીએ તો ખ્યાલ આવે કે પુરુષ માનસિક ત્રાસને સહન કર્યે જાય છે કેમ કે “પુરુષની આંખોમાંથી અશ્રુધારા નીકળે છે તેને કોઈ સમજી નથી શકતું, જ્યારે કુદરતે સ્ત્રીની અશ્રુધારા ને…..?
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે