અખબારમાં સમાચાર વાંચ્યા બાદ જણાવવાનું કે કોઈ વ્યક્તિ અથવા ભારતમાં રહેનાર વ્યક્તિ પેપર લીક કરશે તો તેને ઓછામાં ઓછી દશ વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે અને બીજી બાજુ જો કોઈ સરકારી અધિકારી પેપર લીક કરતા પકડાય તો તે કર્મચારીને 3થી 5 વર્ષની સજા અને રૂા.10 લાખનો દંડ કરાશે. આ કઈ જાતનો કાયદો છે. કર્મચારીને પકડાઈ લેને સસ્પેન્ડ કરવો જોઈએ. અને એને પણ બીજાની જેમ જ સજા અને દંડની સજા કરવી જોઈએ. ભારત દેશમાં કાયદો બધાને માટે સરખો જ છે. એકને ગોળને બીજાને ખોળની નિતી કરવી જોઈએ નહિ. જો આવું જ ચાલશે તો સરકારી કર્મચારીમાં આ પેપર લીક થવાનું તો બાજુએ રહ્યું પણ બંધ ન થાય અને કરોડો રૂપિયાની સરકારની ખોટ જશે ઉપરાંત પરીક્ષાના પેપર કાઢવાનો ને પરીક્ષા આપનાર વિદ્યાર્થીની મુસીબત વધી જશે તે નફામાં. તો આ અંગે બંનેની સજા સરખી કરવી જોઈએ. એ મુળભૂત અધિકાર ગવર્નમેન્ટનો હોવો જોઈએ કે જેથી પેપર લીક થાય નહિ અને પેપર જ્યાંથી લીક થયા હોય તેને ડબલ દંડ કરશે તો તેથી વધુ ઘણું સારૂં પગલું ભર્યું લેખાશે.
સુરત – રવીન્દ્રભાઈ ઠક્કર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પરિવહન સસ્તું થાય તો ભાવો કાબુમાં આવે
સરકારે કરેલી જાહેરાત મુજબ રાંધણ ગેસના બાટલાના ભાવમાં ₹100 નો ઘટાડો કર્યો છે જે આવકાર્ય છે. છેલ્લા કેટલાય સમયથી ક્રુડના ભાવમાં ઘટાડો થતો રહે છે તેમ છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર કોઈ જ રાહત આપવાના મૂડમાં નથી. પેટ્રોલ ડીઝલ સહિત તમામ રોજિંદી ચીજ વસ્તુઓના તેમજ ખાદ્ય સામગ્રીના ભાવો વધી ગયા પછી તેમાં ક્યારેય ઘટાડો જોવામાં આવ્યો નથી, જ્યારે પ્રજાની આવકમાં કોઈ વધારો થતો નથી તે આઘાતજનક છે. મોંઘવારી મુદ્દે પ્રજામાં અસંતોષની લાગણી દેખાઇ રહી છે તે માટે વર્તમાન સરકારે મોંઘવારી મુદ્દે તાકીદે યોગ્ય પગલાં ભરવાની અત્યંત જરૂર છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડવામાં આવે તો પરિવહન સસ્તું થતાં તમામ ચીજ વસ્તુઓના ભાવો કાબૂમાં આવી શકે છે.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.