તા. 26.10.25ની રવિવારીય પૂર્તિમાં નો નોનસેન્સનો લેખ વાંચી જે આપણી નબળાઇ છતી કરે છે. અરુણ શોરી લિખિત પુસ્તક સેલ્ફ ડીફેન્સનો ફકરો વાંચ્યો. એ પુસ્તકની તસવીર અરુણ શોરીએ જાણી જોઇને બતાવી છે. તે સમજવા જેવી વાત છે. એ લેખ વાંચતાં મને મારા શિક્ષક મર્હુમ ઇંદ્રજીત ડોકટર યાદ આવી ગયા. જે હંમેશા કહેતા હતા કે ટટાર ચાલો અને ગર્દન ઊંચી રાખો. એ સાહેબ જયારે વર્ગમાં આવે તે પહેલાં ખોંખારો ખાય જેથી વિદ્યાર્થીઓ સાબદાં થઇ જતાં હતાં. આજના સમયમાં આવી વાતો સમજવા જેવી છે.
સુરત – વાય. યુ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભીતરનો પ્રકાશ
ભારત દેશમાં અતિ લોકપ્રિય અને ગૃહ સજાવટ તથા આકર્ષક રંગોળી અને ઝગમગાટ આકર્ષક વિવિધ દીવડાઓની હારમાળા સમગ્ર વાતાવરણ તથા જનસમાજને નવોદિત ઉત્સાહ પ્રેરિત કરે છે. આ સર્વ દીવડા બાહ્યપ્રકાશિત છે જે બિલકુલ આવકાર્ય છે. પરંતુ આ સાથે આપણે સૌએ આંતરિક પ્રકાશના ઉજાસથી જીવનને પણ સાર્થક બનાવવું રહ્યું. આ ભીતર પ્રકાશનું અજવાળું એટલે એકબીજાની પૂર્વ ભૂલો-ક્ષતિને માફ કરી સંબંધોનો સેતુ કાયમ રાખો. જેનો અખૂટ ભંડાર પ્રભુશ્રીએ બક્ષ્યો છે એવા પ્રેમ-સ્નેહ-સહકાર તથા સંપની ભાવનાને પ્રદર્શિત કરી, જીવન જીવવાની ધન્યતા અનુભવો. સમાજોપયોગી કાર્યમાં કાર્યરત રહી જીવનને જીવંત રાખી, હેતુપૂર્વકનું જીવન જીવો.
રાંદેર રોડ, સુરત – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.