સુરત: સુરતમાં દશેરાના દિવસે જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભટારની મિલમાં લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ભટાર વિસ્તારમાં આવેલી શાંતિવન મિલમાં બની છે. બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય લોકો ઘવાયા છે. જ્યારે ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકને કમરમાં ઇજા થઇ છે તો કોઇને પગમાં ફ્રેક્ચર થયું છે. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
આ રીતે બની ઘટના
સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મીલની પાછળ આવેલ ગીરધર એસ્ટેટ-2માં આ અકસ્માત સર્જાયો હતો. ત્રીજા માળે આવેલ લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો. અને ત્રીજા માળેથી સીધી લીફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. ધડાકાભેર લિફ્ટ નીચે પડતા આઠ કામદારોમાંથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
લીફ્ટમાં માલના બદલે કામદારો ઉતરી રહ્યા હતા
લોન્ડ્રીના કારખાનામાંથી તૈયાર થયેલ કાપડના માલને નીચે લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે. પરંતુ આ લિફ્ટમાં કાપડના માલની જગ્યાએ કામદારો ઉતરી રહ્યા હતા. લિફ્ટ તૂટી પડતા ચીસાચીસ બુમાબૂમ થવા લાગી હતી. કામદારો ધડાકાભેર નીચે પટકાતાં આસપાસ કામ કરી રહેલા કામદારો પણ દોડી આવ્યા હતા. બે-બે માણસ કરીને એક પછી એક ઉઠાવીને બધાને બહાર કાઢ્યા હતા. તમામની કમર તૂટી ગઈ હતી. અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈક ને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃતકનું નામ
ઉમાકાન્ત છોટેલાલ કનોજીયા (ઉ.વ. 35 રહે. શાંતિવન મિલ)
ઇજાગ્રસ્તો
સંદીપ મુનિલાલ કનોજીયા (ઉ.વ 24)
કનૈયા સુરેશ પારિક (ઉ.વ 24)
રાજ શત્રુઘ્ન ઝા (ઉ.વ 32)
અજય છોટેલાલ ભાન (ઉ.વ 25)
રાજકુમાર સરોજ ( ઉ.વ 20)
શ્યામ બચીલાલ સરોજ (ઉ.વ 28 રહે. શાંતિવન મિલ)
સતેન્દ્ર રામ તિવારી ( ઉ.વ 29 રહે. શાંતિવન મિલ)
મેયરે ઘટના સ્થળની મુલાકાત લીધી
ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાળાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લિફ્ટ જ્યાં તૂટી તે જગ્યાએ તેઓ પહોંચ્યા હતા. અને ત્યાં નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેઓ સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હેમાલીબેન બોઘાવાળાએ જણાવ્યું હતું કે ઘટના ખૂબ જ ગંભીર છે. શાંતિ નાથ મિલની પાછળ આવેલા લોન્ડ્રીના કારખાનામાં કામ કરતાં કેટલાક કામદારો પટકાયા છે. આ મામલે મદદ માટે બનતા તમામ પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવશે.