વડોદરા: વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ મન મુકીને વરસ્યો હતો. ત્યારે ઘણા લાંબા સમય બાદ ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે શહેરમાં આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં વરસાદે મન મુકીને વરસ્યો હતો જેને પરિણામે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
શહેરમાં ઘણા સમયથી બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો જેને પરિણામે લોકોને ગરમીનો સામનો કરવો પડતો હતો લોકો ગરમીથી ત્રાસી ગયા હતા.
પરંતુ આજ રોજ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે બપોર બાદ વડોદરા શહેરમાં ભાદરવો ભરપુર હોય તેવું લાગી રહ્યું હતું વરસાદે મન મુકીને વરસ્યો હતો પરિણામે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને પરિણામે પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જ્યાં જુવો ત્યાં ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું પાલિકા મોટા મોટા દાવા કરે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે પરંતુ પાલિકાની કામગીરી નજીવા વરસાદમાં જ ખબર પડી જાય છે અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને પગલે વાહનચાલકોને પણ અવર જવર કરવા , સોસાયટીના લોકોને પર સોસાયટીમાંથી આવવા જવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમકે શહેરના શેરી હોય કે સોસાયટી કે પછી જાહેર રોડ રસ્તા હોય જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે.