ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સપ્તાહમાં અંતિમ દિવસે વેચવાલી હાવી રહી હતી અને લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. શેરબજારમાં ઉપલા મથાળેથી સતત વેચવાલી હાવી રહી હતી. જેમાં આજે વૈશ્વિક સંકેતો પણ નબળા જોવા મળ્યા હતા તેની પણ બજાર ઉપર નકારાત્મક અસર જોવા મળી હતી. જેમાં ઓપેક દ્વારા ઉત્પાદન કાપને યથાવત રાખવાના નિર્ણયની પણ બજારમાં નકારાત્મક અસર જોવા મળી હતી. બીજી તરફ, ડોલરની સામે રૂપિયો પણ 73 નજીક બોલાયો હતો.
ઓપેક પ્લસની વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા બેઠક મળી હતી અને આ બેઠકમાં ઉત્પાદન કાપમાં ઘટાડો કરવાના મુડમાં નથી અને એપ્રિલમાં ઉત્પાદન કાપને યથાવત રાખવાની જાહેરાત કરી છે અને તેના લીધે ક્રુડના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. જેમાં આજે ક્રુડના ભાવ 67 ડોલરને પાર બોલાયા હતા. જે જાન્યુઆરી, 2020ના સૌથી ઉંચા સ્તરને વટાવી ચૂકી છે.
ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 440.76 પોઇન્ટ એટલે કે 0.87 ટકા ઘટીને 50405.32 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 50886.19 પોઇન્ટ સુધી ઉછળ્યા હતા, જ્યારે નીચામાં 50160.54 પોઇન્ટ સુધી ઘટયા હતા. નિફ્ટી 142.65 પોઇન્ટ એટલે કે 0.95 ટકા ઘટીને 15000 પોઇન્ટની સપાટી તોડીને 14938.10 પોઇન્ટ સુધી નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 15092.35 પોઇન્ટ સુધી ઉછળ્યા હતા. જ્યારે નીચામાં 14900 પોઇન્ટની સપાટી તોડીને 14862.10 પોઇન્ટ સુધી તૂટયા હતા. બેન્ક નિફ્ટી 574.35 પોઇન્ટ એટલે કે 1.60 ટકા તૂટીને 35228.15 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં 35000 પોઇન્ટની સપાટી તોડીને 34893.25 પોઇન્ટ સુધી તૂટયા હતા.
આજે આગેવાન શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 1.80 ટકા, એચડીએફસી 1.55 ટકા, એચડીએફસી બેન્ક 1.52 ટકા અને ઇન્ફોસીસ 1.07 ટકા નરમાઇ જોવા મળી હતી.
બોર્ડર માર્કેટમાં પણ વેચવાલી હાવી રહી હતી. ખાસ કરીને બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.89 ટકા તૂટયા હતા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1.50 ટકા નરમ બંધ રહ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેડથ નબળા પડયા હતા. બીએસઇ ખાતે 1057 શેરો વધ્યા હતા, જ્યારે 1929 શેરો ઘટયા હતા. જ્યારે 143 શેરો યથાવત રહ્યા હતા. ઓપેકની બેઠકમાં ઉત્પાદન કાપ યથાવત રાખ્યા હોવાના પગલે મે-2021 સેટલમેન્ટ 1.55 ટકા ઉછળીને 68.29 ડોલરનો ભાવ બોલાયો હતો. જ્યારે સોના-ચાંદીના ભાવોમાં નરમાઇ આગળ વધતી જોવા મળી હતી. જ્યારે ડોલરમાં મજબૂતાઇ જોવા મળી હતી અને 73ની સપાટી કૂદાવીને બંધ રહ્યા હતા.
હેરમ્બા ઇન્ડસ્ટ્રીઝનો આજે સુંદર લીસ્ટીંગ થવા પામ્યું છે. કંપનીનું લીસ્ટીંગ 44 ટકા પ્રીમીયમ સાથે રૂ. 900ના ભાવે લીસ્ટીંગ થયું છે. આજે ઇન્ટ્રાડેમાં વધીને 944.95 સુધી ઉછળ્યા બાદ નફાવસુલીના પગલે નજીવો ઘટયો હતો. કંપનીએ રૂ. 627ના ભાવે આઇપીઓમાં ઓફર કર્યો હતો.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં ઉષા માર્ટીન 19.02 ટકા એટલે કે રૂ. 5.65 વધીને રૂ. 35.35, સીએસબી બેન્ક 9.59 ટકા એટલે કે રૂ. 22.70 વધીને રૂ. 259.40, બાલાજી ટેલી 8.95 ટકા એટલે કે રૂ. 5.40 વધીને રૂ. 66.75, ટીવી 18 બ્રોડકાસ્ટ 7.41 ટકા એટલે કે રૂ. 2.35 વધીને રૂ. 34.05, મોતીલાલ 5.97 ટકા એટલે કે રૂ. 37 વધીને રૂ. 657.15નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં ફાક્ટ 19.98 ટકા એટલે કે રૂ. 21.15 વધીને રૂ. 127, લમ્બોધરા 19.92 ટકા એટલે કે રૂ. 9.40 વધીને રૂ. 56.60, રાજશ્રી સુગર 19.80 ટકા એટલે કે રૂ. 3.95 વધીને રૂ. 23.90, ટાઇગર લોજીસ્ટીક 11.59 ટકા એટલે કે રૂ. 4.60 વધીને રૂ. 44.30, ફોર્બસ 10 ટકા એટલે કે રૂ. 135.50 વધીને રૂ. 1490.85 અને ધ બાઇક 10 ટકા એટલે કે રૂ. 2 વધીને રૂ. 22નો ભાવ બોલાતો હતો.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં પ્રાઇમ ફોકસ 7.59 ટકા એટલે કે રૂ. 1.75 ઘટીને રૂ. 21.30, સ્કેન્ડર 6.41 ટકા એટલે કે રૂ. 7.35 ઘટીને રૂ. 107.35, અપોલો ટાયર 6.37 ટકા એટલે કે રૂ. 16.50 ઘટીને રૂ. 242.55, એજીસ લોજીસ્ટીક 6.21 ટકા એટલે કે રૂ. 20.70 ઘટીને રૂ. 312.70, થોમસ કુક 6.13 ટકા એટલે કે રૂ. 3.50 ઘટીને રૂ. 53.55 અને બેન્ક ઓફ બરોડા 6 ટકા એટલે કે રૂ. 5.15 ઘટીને રૂ. 80.65નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં હરમ્બા 9.75 ટકા એટલે કે રૂ. 87.75 ઘટીને રૂ. 812.25, જેનેરીક એન્જી. 8.99 ટકા એટલે કે રૂ. 5.60 ઘટીને રૂ. 56.70, ઇરોસ મીડિયા 8.81 ટકા એટલે કે રૂ. 2.85 ઘટીને રૂ. 29.50, સેયા ઇન્ડ. 8.55 ટકા એટલે કે રૂ. 6.30 ઘટીને રૂ. 67.35 અને ઝી લર્ન 7.63 ટકા ઘટીને રૂ. 11.99નો ભાવ બોલાતો હતો.
બીએસઇ ખાતે પ્રીઝમ જહોન્સન 7.78 ગણા એટલે કે 4.29 લાખ શેરોના કામકાજ સાથે 1.73 ટકા વધીને રૂ. 114.70, સીએસબી બેન્ક 3.16 ગણા એટલે કે 58769 શેરોના કામકાજ સાથે 1.75 ટકા વધીને રૂ. 240.85, બલરામપુર ચીની 3.02 ગણા એટલે કે 4.42 લાખ શેરોના કામકાજ સાથે 2.10 ટકા વધીને રૂ. 213.65, ટીવી 18 બ્રોડકાસ્ટ 2.54 ગણા એટલે કે 19.25 લાખ શેરોના કામકાજ સાથે 8.04 ટકા વધીને રૂ. 34.25 અને અલ્ટ્રાટેક સીમેન્ટ 2.41 ગણા એટલે કે 82180 શેરોના કામકાજ સાથે 1.34 ટકા વધીને રૂ. 6867નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે ઇન્ડોકો રેમેડીઝ 7.64 ગણા એટલે કે 5.35 લાખ શેરોના કામકાજ સાથે 4.21 ટકા વધીને રૂ. 279, ગલ્ફ ઓઇલ 6 ગણા એટલે કે 1.88 લાખ શેરોના કામકાજ સાથે 3.81 ટકા વધીને રૂ. 792.75, બલરામપુર ચીની 4.17 ગણા એટલે કે 1.18 કરોડ શેરોના કામકાજ સાથે 2.37 ટકા વધીને રૂ. 204.10, ટીવી 18 બ્રોડકાસ્ટ 4.07 ગણા એટલે કે 4.98 કરોડ શેરોના કામકાજ સાથે 5.68 ટકા વધીને રૂ. 33.50 અને શોપર્સ સ્ટોપ 4.03 ગણા એટલે કે 30.65 લાખ શેરોના કામકાજ સાથે 3.57 ટકા વધીને રૂ. 251નો ભાવ બોલાતો હતો.
વૈશ્વિક સ્તરે અમેરિકાના બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવતા યુરોપિયન તથા એશિયન બજારોમાં નરમાઇ જોવા મળી હતી. ચીની સરકાર 2021માં ઇકોનોમી ગ્રોથ છ ટકાથી વધુ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. આ લક્ષ્યાંકને પાર કરવાના પ્રયાસ કરાશે. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલ બોન્ડ યીલ્ડ તથા ફુગાવાને નિયંત્રણ રાખવાની ખાતરી આપવામાં નિષ્ફળ નીવડતાં અમેરિકન બજારોમાં જોરદાર વેચવાલી રહેતાં તૂટયા હતા. જેના પગલે આજે અન્ય વૈશ્વિક બજારો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.
યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.41 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. જ્યારે કેક 0.31 ટકા અને ડેક્સ 0.50 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યા છે. એશિયન બજારોમાં નીક્કી 0.23 ટકા, સ્ટ્રેઇટસ 0.03 ટકા, હેંગસેંગ 0.47 ટકા, તાઇવાન 0.32 ટકા, કોસ્પી 0.57 ટકા, જાકાર્તા 0.51 ટકા અને શાંઘાઇ 0.04 ટકા નરમ બંધ રહ્યા હતા.