ઈન્સ્યુલિનના શોધક સર ફ્રેડકીક બેન્ટીંગનો જન્મ 14 નવે, 1891 નાં રોજ થયો હોવાથી તેમની સ્મૃતિમાં 14-નવે.ને ‘‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’’ તરીકે મનાવાય છે. વિશ્વમાં 82 કરોડ લોકોને, ભારતમાં 14 કરોડ લોકોને ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં લોહીમાં સુગરનુ સ્તર ખૂબ ઊંચુ રહે છે. કારણ કે શરીર ઈન્સ્યુલિનનો ઊપયોગ યોગ્ય રીતે કરી શકતું નથી. જો ડાયાબિટીસની પુરતી કાળજી અને ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો લાંબા ગાળે હૃદય, કિડની, બ્રેઈન, આંખો તથા ચેતાતંત્રને ગંભીર નુકસાન થાય છે. મુખ્ય લક્ષણોમાં વારંવાર પેશાબ કરવા જવું પડે, ખૂબ તરસ લાગે, ખૂબ ભૂખ લાગે, ઘા જલ્દી રુઝાય નહિ, વજનમાં ઘટાડો થવો, પગની પીંડી અને સ્નાયુઓમાં દુ:ખાવો, ચેતાતંત્ર નબળુ પડી જાય છે.
ડાયાબિટીસમાં થતી અડ અસરોમાં હાર્ટએટેક, કિડની ફેઈલ્યોર, બ્રેઈન સ્ટ્રોક, આંખના પડદાને નુકસાન, ડાયાબિટીક ફૂટ છે. તો ડાયાબિટીસમાં શું કાળજી લેવી ? (1) નિયમિત દવા લેવી. (2) નિયમિત એક્સર્સાઈઝ કરવી. (3) ખાંડ, તળેલો તથા ચરબીવાળો ખોરાક બંધ કરવો. (4) વજનને કન્ટ્રોલ કરવું (5) વ્યસનો બંધ કરો. (6) પાણી પીતા રહો. (7) આહારમાં લીલા શાકભાજી, ફળોમાં સફરજન – પાઈનેપલ – નાસપતિ લેવાનુ રાખો. (8) બ્રેકફાસ્ટમાં ઓટમીલ, ઈંડા, બ્રાઉન બ્રેડ લઈ શકાય. (9) દર્દીઓએ ત્રણ-ચાર મહિને બ્લડસુગર, HGAIC, સીરમ ક્રીએટીનની તપાસ કરાવતાં રહેવું. ડાયાબિટીસથી ડરો નહિ. પરંતુ પુરતી કાળજી રાખશો તો નોર્મલ જીવન જીવી શકાશે.
યુ.એસ.એ- ડૉ.કિરીટ.એન.ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.