Charchapatra

સુરતનાં સપૂત અને પનોતા સુપુત્ર વીર કવિ નર્મદનાં જન્મદિવસ નિમિતે!

વીર કવિ નર્મદને ગુજરાતી ઉપર પ્રભુત્વ હતું. “મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી… પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” – કવિ નર્મદ. ખેર, નર્મદાશંકર લાલશંકર દવે કે જેને આપણે સૌ ગુજરાતીઓ આદ્યકવિ નર્મદ તરીકે ઓળખીએ છીએ. કવિ નર્મદની ઓળખ આપણાં માટે ફક્ત કવિ તરીકેની છે પરંતુ આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે તેમણે કરેલાં અથાક પ્રયત્નોને જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને તેમને સવિશેષ વંદન કરવાનું મન થાય છે. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ – નર્મકોશ તૈયાર કરવાનું ખૂબ જ કઠોર કાર્ય કવિ નર્મદે એકલાં હાથે કર્યું હતું.

ડાંડિયો નામનું છાપું  ચલાવવું, પોતાની આત્મકથા લખવી, સાધનોનાં અને આર્થિક ઉપાર્જનની કોઈ આશા વગર સમાજને રૂઢીવાદી માનસિકતામાંથી બહાર લાવવાનું અઘરું કાર્ય કરવું  જેવાં અનેક સામાજિક અને સાહિત્યિક કાર્યો કરનાર અર્વાચીનની યુગમૂર્તિ સમા એકમાત્ર ગુજરાતી સાહિત્યસર્જક આદ્યકવિ નર્મદને શબ્દાંજલિ અર્પણ કર્યા બાદ બીજી ઔર વાલીઓને અંગ્રેજી ભાષાની ઘેલછા છે!અંતે, પૃથ્વીની ૧૦૦ વર્ષે એક સાકળ ફરીને પૂરી થાય છે ત્યારે વીર કવિ નર્મદ જેવા એક યુગ પુરૂષનો આ ધરા ઊપર જન્મ થાય છે! જય જય ગરવી ગુજરાત!
ગોપીપુરા, સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top