- મુરલીમનોહર મને તૃપ્ત કર : વત્સલા પાટીલ
વડોદરાના ગરબા ક્વિન જન્માષ્ટમી પર્વે કહે છે ,હરિ તમે તો સાવ જ અંગત સાંભળજો આમ અરજી આંખો આતુરતાથી રાહ જુવે છે.વ્હાલા જલ્દી આવ.ગરબા ગાયક વત્સલા પાટીલે કનૈયાને જલ્દી આવવા પત્ર લખી પોતાની સુરાવલી થકી પોતાની પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યેની ભકતી વ્યક્ત કરી છે. જન્માષ્ટમીના પાવન પર્વે વત્સલા પાટીલ કહે છે.હે મારા સખા , હે મારા લાલજી ઘેલું લગાડનાર મારો વ્હાલો કૃષ્ણ તારી રાહ જોવાઈ રહી છે.તું જલ્દી આવ અને મને તૃપ્ત કર.ધાર્મિક નગરી તેમજ સંસ્કારી નગરી તરીકે વખણાતી વડોદરા નગરી કૃષ્ણમય બનવા પામી છે.
સોમવારે સમગ્ર વડોદરામાં ઘરે ઘરે જન્માષ્ટમી પર્વે લાલજી શ્રી , કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે.ત્યારે નટખટ ગોવિંદ શ્રી કૃષ્ણ હરે મુરારીની રાહ જોતા શહેરના પ્રસિદ્ધ ગરબા ગાયક વત્સલા પાટીલે કાન્હા પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયાલાલ કી ,હાથી ઘોડા પાલખી ,જય કનૈયાલાલ કી.હે મારા સખાવ , હે મારા લાલજી , ઘેલું લગાડનાર મારો વ્હાલો કૃષ્ણ , તારી રાહ જોવાઈ રહી છે.આશા છે કે મારો પત્ર તને મળ્યો હશે.અને આવ ને જલ્દી વાંસળી વગાળ … આત્મા અને શરીર બંન્નેવ ને તૃપ્ત કરી દે આ સુંદર વાંસળી વગાડીને.મારા પત્રની બે લાઈન તારા સુધી પહોંચે.એ માટે હરિ તમે તો સાવ જ અંગત … સાંભળજો આમ અરજી … ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી … એમાં તમે કરજો , સખા તમે કરજો , વ્હાલા તમે કરજો ફોટા સાથે અરજી.આંખો આતુરતાથી તારી રાહ જુએ છે વ્હાલા જલ્દી આવ.
- સૃષ્ટિને પુનઃ હસતી રમતી બનાવો : અતુલ પુરોહિત
જન્માષ્ટમીની ઉજવણી કરવા સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.ત્યારે વડોદરાના પ્રસિદ્ધ ગરબા ગાયક શ્રી અતુલભાઈ પુરોહિતે આ સૃષ્ટીને ફરીથી હસતી રમતી અને સ્વસ્થ બનાવવા અરજ સાથેનો પત્ર મુરલી મનોહર શ્રી કૃષ્ણ ને લખ્યો છે. વડોદરામાં સોમવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે.જોકે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ મટકી ફોડ દહીં હાંડીના કાર્યક્રમો યોજવામાં આવશે , લોકોમાં જન્માષ્ટમી પર્વને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે વડોદરા શહેર ના નામાંકિત ગરબા અને સુંદરકાંડના ગાયક શ્રી અતુલ પુરોહિતે કાન્હાને પોતાના શાબ્દિક સુરોથી વહેલો આવવા તેમજ સૃષ્ટિ માં પુનઃ હરિયાળી આવે જનજીવન ધબકતું થાય તેવો પત્ર લખી કનૈયાને વિનંતી કરી છે.પ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિતે જન્માષ્ટમી પર્વે કાન્હા માટે જણાવ્યું કે માને તો મનાવી લેજો રે … રે … ઓધાજી એમ મારા વ્હાલાને એ … વઢીને કહેજો જી …. એકવાર ગોકૂળ આવો …. માતાજીને મોઢે થાવો … એકવાર ગોકૂળ આવો જી રે ….. અતુલભાઈ પુરોહિતે સાથે સાથે કાન્હાને વિનંતી કરતો પત્ર લખ્યો છે.જેમાં તેમણે કાન્હાને અરજ કરતા જણાવ્યું છે કે પ્રભુ આજે આપનો પ્રાગટ્ય દિવસ છે.આપને પત્ર દ્વારા વિનંતી કે હવે આ સૃષ્ટિને ફરીથી પાછી હતી એવી હસતી રમતી અને સ્વસ્થ બનાવવા વિનંતી છે.બીજું કે સૃષ્ટિ પર જે વિનાશલીલા , સંહારલીલા ચાલે છે.એ પણ આપની દયા થી બંધ થાય. આપના બધા જ બાળકો ફરી થી પોતપોતાના કાર્યો શરૂ કરી શકે આપના દર્શન કરી શકે આપને ગીત – સંગીત સંભળાવી શકે.