નવી દિલ્હી: અભિનેતા (Actor) સની દેઓલ (SunnyDeol) અને અમીષા પટેલની (AmeeshaPatel) ફિલ્મ ‘ગદર 2’ (Gadar2) આવતા અઠવાડિયે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રીલિઝ પહેલા સની દેઓલ પાકિસ્તાન બોર્ડર (Pakistan Border) પર પહોંચ્યો હતો જ્યાં તેણે માત્ર દેશના જવાનોને જ નહી પરંતુ તનોટ માતાના મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ અવસરે પાકિસ્તાન બોર્ડર પર ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા અને ઝિંદાબાદ રહેગા’ના નારા ગુંજી ઉઠ્યા હતા.
22 વર્ષ બાદ સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર મોટા પડદા પર ક્રોસ બોર્ડર સ્ટોરી લઈને આવી રહ્યા છે. સની દેઓલ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે BSF જવાનોને મળવા રાજસ્થાન પહોંચ્યો હતો. કલાકારો હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને ભારતીય સૈનિકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી.
અહીં અભિનેતાએ ભારતીય સૈનિકો સાથે વાતચીત કરી અને તેની જૂની ફિલ્મ ‘બોર્ડર’ના કિસ્સાઓ પણ યાદ કર્યા હતા. સની દેઓલ BSF જવાનો સાથે પંજો લડાવ્યો હતો. આ પ્રસંગની તસવીરો અને વીડિયો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે.
ભારતીય જવાનોએ સની દેઓલ સાથે ખૂબ એન્ટરટેઈન કર્યું અને તેમણે એક્ટર માટે એક ગીત પણ ગાયું હતું, જેને સાંભળીને સની ડાન્સ કરવા લાગ્યો હતો. સનીએ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા છે. વીડિયોમાં સની દેઓલ નવી ટેક્નોલોજી ગન સાથે જોવા મળી રહ્યાં છે અને એક ઓફિસર તેને તેના વિશે માહિતી આપતો જોવા મળી રહ્યો છે.
સનીએ માતાના મંદિરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ચુંદડી પહેરીને દેવીના દર્શન કરવા જતો જોવા મળી રહ્યો છે. તેણે આ સૈનિકોને પોતાનો પરિવાર ગણાવ્યો અને લખ્યું કે તેમની સાથે સમય વિતાવ્યા બાદ તે દર્શન કરવા મંદિર પહોંચ્યા.