દાહોદ: સંજેલી ઝાલોદ રોડ પર એક માથાભારે યુવકે રસ્તા પર જ પંચાયત ની મંજૂરી વગરબંગલો બનાવી દીધો. પંચાયતે સીટી સર્વે નં ૧૭૮ માપણીની ફી ભરવા માટે બે વાર નોટિસ ફટકારી આદિવાસી ખેડૂતના પુત્ર દ્વારા તાલુકા જિલ્લા સહિત પંચાયતને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા નવ માસથી તાલુકા પંચાયત તેમજ પંચાયત માથાભારે યુવકને નોટિસ ફટકારી બાય બાય ચાયણી રમી રહ્યા છે. અને માથાભારે યુવકે રોડ પર બંગલો બનાવી દીધો.
ત્યારે સંજેલી પંચાયતે ૨૬ ૫ ના રોજ સિટી સરવે નંબર ૧૭૮ ફી ભરી જમીન માપણી કરાવવા બીજીવાર માથાભારે યુવકને નોટિસ ફટકારી. માથાભારે યુવકે પંચાયત ની જગ્યાએ મોટા પાયે જમીમ પચાવી દીધી હોવાના કારણે માપણી ફી ભરતા નથી. પંચાયત દ્વારા દબાણ કરતા ને છાવરવામાં આવે છે તેમજ પંચાયત દ્વારા કોઈપણ જાતની એક્શન કે દંડ લેવામાં આવી નથી.જ્યારે દબાણ કરતા માથાભારે યુવક સીટી. સર્વે નં ૧૭૮ જમીન માપણી ની ફી ભરીવા નોટિસ ફટકારી પંચાયત ની હાજરીમા જમીન માપણી કરવામા આવશે.જો માપણી ફી ભરવામા કસૂરવાર કરશો તો નવીન બાંધકામ પંચાયતની સરકારી જમીન માની બાંધકામ તોડી પાડવામાં આવશે.