Gujarat

આવતીકાલે તા. 31 મે ના રોજ ધો. 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થશે

ગાંધીનગર: ધો. 12 સામાન્ય પ્રવાહ (commerce) એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓના (Student) ઈંતજારનો અંત આવ્યો છે. આવતીકાલે તા. 31મી મેના રોજ સવારે 8 કલાકે પરિણામ (Result) જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું (HSCEXAM) પરિણામ આવતીકાલે જાહેર થશે. બોર્ડના વોટ્સએપ નંબર પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર મોકલી સરળતાથી પરિણામ મેળવી શકશે. આ ઉપરાંત www.gseb.orgની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ માર્કશીટ જોઈ અને ડાઉનલોડ કરી શકશે.

માર્ચ મહિનામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 કોમર્સની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી કુલ 4.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારથી જ વિદ્યાર્થીઓને પરિણામની આતુરતાથી રાહ હતી. પરંતુ આ વખતે ધો. 12 કોમર્સ પહેલાં ધો. 10 બોર્ડનું પરીણામ જાહેર થતાં ઈંતજાર લંબાયો હતો. આખરે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મેસેજ કરી પરિણામ મેળવી શકશે.

ગયા વર્ષે સુરતના વિદ્યાર્થીઓનો A-1 ગ્રેડમાં દબદબો રહ્યો હતો
તમને જણાવી દઈએ કે આ અગાઉ વર્ષ 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 86.91 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગયા વર્ષે આખાય રાજ્યમાં ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2022માં સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ આવ્યું હતું. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો હતો.

Most Popular

To Top