આજકાલ ઓનલાઇન શિક્ષણ પ્રથા જોતાં શિક્ષણનુ માળખું કથળતું જતું હોય એમ લાગી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણમાં અનેક પડકારો નજરે પડે છે. આ શિક્ષણથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ઘટે છે વળી વિદ્યાર્થીઓમાં એકટીવીટીઝમાં પણ ઘટાડો જોવા મળે છે. શિક્ષકોએ ટેકનોલોજીના ટેરવે પોતાને અપડેટ કરવા ફરજિયાત રહેવુ પડે છે. ગામડા વિસ્તારમાં ટેકનોલોજીની સુવિધાનો અભાવ છે. ત્યાંના બાળકોના શિક્ષણનું શું ? ચોક બોર્ડથી લઇને ડીજીટલ શિક્ષણ નીતિ કેટલે અંશે સફળ રહેશે તેનો સમય જ બતાવશે. ગામડાઓ કયાં સુધી આવી સુવિધાથી વંચિત રહેશે? શિક્ષણમાં આવેલું પરિવર્તનથી સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ઓનલાઇન શિક્ષણપ્રથાથી વિદ્યાર્થીઓની લખવાની ઝડપ ઘણી ઘટી ગઇ છે. હાલ ચાલી રહેલી શિક્ષણપ્રથાથી વિદ્યાર્થીઓએ હજુ કેટલુ વેઠવું પડશે એ તો રામ જાણે…
સુરત – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓન લાઇન શિક્ષણથી ભણાશે ખરું ?
By
Posted on