નાણાંકીય વર્ષ 2023-24થી આવકવેરા માટે નવી સ્કીમ દાખલ થઈ છે. જો કે જુની સ્કીમ પણ ચાલુ છે. જેમણે જુની સ્કીમમાં રહેવું હોય તો અગાઉથી વિકલ્પ આપી દેવો જરૂરી છે. જેઓની ટેશેબલ ઇન્કમ 4 લાખથી વધુ થતી હોય તેમને નવી સ્કીમમાં ફાયદો થશે. જુની સ્કીમમાં કપાતના લાભો જેવા કે 408માં દોઢ લાખ આવક વ્યાજની 50000 આવક મેડીકલેઇમ વગેરે આવકો તથા 50000 સ્ટાન્ડર્ડ ડીડકશન બાદ મળે છે. જ્યારે નવી સ્કીમમાં સ્ટાન્ડર્ડ ડીડકશન સિવાય કોઇ પણ કપાતો બાદ મળતી નથી. જુની સ્કીમમાં 4 લાખ સુધી ટેક્ષેબલ ઇન્કમના વેરામાંથી મુક્તિ મળે છે. જ્યારે નવી સ્કીમમાં 7 લાખ સુધી ટેક્ષેબલ ઇન્કમના વેરામાંથી મુક્તિ મળે છે. 50000 સ્ટાન્ડર્ડ ડીડકશન ઉમેરતાં નવી સ્કીમમાં કુલ 750000 સુધીની આવક ઉપર આવકવેરો શૂન્ય થાય છે.
નવી આવકવેરા સ્કીમમાં 50000 વ્યાજ બાદ મળતું નથી. જેથી રિટર્ન ભરનારે એપ્રિલ માસમાં તેમના બચત ખાતાના વ્યાજ, એફ.ડી. વ્યાજ તેમજ અન્ય આવકો રિટર્નમાં અધર ઇન્કમમાં બતાવવી જરૂરી છે. દરેક સંસ્થાએ તેમના નોકરિયાત કર્મચારીઓ પાસેથી પગાર સિવાયની અધર ઇન્કમની માહિતી એપ્રિલ માસમાં મેળવી લેવી જોઇએ. કર્મચારીઓનો પગાર બેંકમાં જમા થતો હોય છે. બેંક દર ત્રણ ત્રણ મહિને કે છ છ મહિને બેંક પાસબુકમાં વ્યાજ ઉમેરે છે. આમ દરેક કર્મચારીની પાસબુકમાં દર્શાવેલ બચત વ્યાજની અધર ઇન્કમ થાય જ છે જે રિટર્ન ભરનારે રિટર્નમાં બતાવવી જરૂરી છે.
સુરત – ભગુભાઈ ભીખાભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દારૂ ગ્લાસ- જીવન ખલાસ
અમારી નિશાળના ગુરુજીએ શિખવાડયું હતું દારૂ એટલે દૈત્ય. એ સંગમમાં સ્નાન કરવાથી મોક્ષ ન મળે, પણ નરકમાં જ જવું પડે. દારૂનો ભરેલો ગ્લાસ જીવનને ખલાસ કરવાની દવા છે. એ એવી ભયાનક દવા છે કે તે ઘરની હવા જ દૂષિત કરી નાખે છે. ગુરુજીએ કહ્યું હતું કે આપના ગામનો વેપારી, મીલનો માલિક, દારૂની લતના કારણે ભિખારીની અવસ્થામાં આવ્યો છે. દંગલમાં દસ દસ પહેલવાનોને જીતનાર બલભીમ ઉસ્તાદ દારૂ પીવાના શોખથી હાડપિંજર થઇ ગયો છે. ગામના જ યોગી અને પંડિતો દારુના સેવનથી વિસ્મૃતિનો રોગ થવાની જ્ઞાન પ્રકાશથી દૂર થઇને દારૂના લતના અંધકારમાં ડૂબી ગયા છે. મારા વહાલાં વિદ્યાર્થીઓ, દારૂથી, બધા જ પાયમાલ થઇ ગયા છે. કીર્તિથી નામશેષ બન્યા છે. શ્રેયથી વંચિત બન્યા છે. પોતે સેવન કરીને બીજાને દારૂ પીવડાવનારાના ઘરમાં લોકો બધા જ એના વિરોધી હોય છે.
દારૂના સેવનથી ધંધો, વેપાર, વ્યવસાય, સંબંધ વધે છે એ ધારણા ખોટી છે. દારૂ પીનારનું માન ઘટે છે. વેપાર વ્યવસાય ઘટે છે. દારૂથી માણસ ઘર, સમાજ, ગામડું, શહેર, રાજય અને રાષ્ટ્ર અધોગતિ માર્ગે જાય છે. દારૂ પ્રગતિ નથી અધોગતિ છે. આ વિચારો યાદ આવતાં મને પણ મારા સુરત વિશે પ્રશસ્ત, પ્રામાણિક, પરોપકારી વિચાર જન્મ્યા. મારા સુરતનો વિકાસ થશે, પ્રકાશ પડશે દુનિયામાં સુરતનું નામ ગુંજશે જયારે દુનિયામાં સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, મહાન એવા ડાયમંડ બુર્સમાં જો વાઇન એન્ડ ડાઇન સુવિધા ઉપલબ્ધિ માટે અમારા સંસ્કૃતિ પુરુષો પ્રયત્ન ના કરે તો. સુરતના તાપીના પવિત્ર જળની મહત્તા જાળવીને હીરા ઉદ્યોગ કરે તો વિશ્વમાં સુરતનું નામ પ્રખ્યાત થશે. દારૂ મુકત વ્યવહાર.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.