Business

1 એપ્રિલે શેરબજારમાં જોરદાર તેજી, રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.50 લાખ કરોડનો વધારો

નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષ (New Financial Year) 2024-25નું પ્રથમ ટ્રેડિંગ સત્ર શેરબજારના રોકાણકારો માટે ઘણું સારું રહ્યું હતું. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને ઇતિહાસના રેકોર્ડની ઊંચાઈને સ્પર્શી ગયા છે. સેન્સેક્સ 74,254.62 પોઈન્ટની વિક્રમી સપાટીએ અને નિફ્ટી 22,529.95 પોઈન્ટની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. બજારના આ ઉછાળામાં બેન્કિંગ અને એનર્જી શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો છે.

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો મોંધવામાં આવ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 363 પોઈન્ટના ઉછાળા સાથે 74,014 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 135 પોઈન્ટના ઉછાળા સાથે 22,462 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો
નવા નાણાકીય વર્ષના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 393.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 386.91 લાખ કરોડ હતું. તેમજ આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.44 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો.

આ શેર્સને સૌથી વધુ ફાયદો થયો
નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ તેજી JSW સ્ટીલમાં 4.86 ટકા, ટાટા સ્ટીલમાં 4.46 ટકા, ડિવિસ લેબમાં 4.14 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 3.27 ટકા અને અદાણી પોર્ટ્સમાં 2.69 ટકાનો વધારો નોંધાયો હતો. તેમજ આઇશર મોટર્સમાં 1.66 ટકા, ટાઇટનમાં 1.47 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 1.25 ટકા, એલટીઆઇ માઇન્ડટ્રીમાં 0.98 ટકા અને ટાટા કન્ઝ્યુમરમાં 0.78 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

રિયલ્ટી અને મેટલ શેર્સમાં વધારો
સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો આજે મોટાભાગના ઈન્ડેક્સ વધવાની સાથે બંધ થયા છે. નિફ્ટી રિયલ્ટી 4.36%, નિફ્ટી મેટલ 3.70%, નિફ્ટી મીડિયા 4.69%, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ 1%, નિફ્ટી બેંક 0.96%, નિફ્ટી આઈટી 0.41%, નિફ્ટી ફાર્મા 1.11%, નિફ્ટી પ્રાઈવેટ બેંક 1.03%, નિફ્ટી 7%, હેલ્થકેર 1.03%, ગેસ 0.52 ટકાના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય નિફ્ટી એફએમસીજીમાં 0.11 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.16 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Most Popular

To Top