રાજસ્થાન : કોરોના (Corona)નો નવા વેરિયન્ટ (Variant) ઓમિક્રોન (Omicron) ની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. પહેલા બે કેસ કર્ણાટક (Karnataka)માંથી મળી આવતાં દેશમાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ જયપુર (Jaipur)માં એક જ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટવ હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનના જયપુરમાં દક્ષિણ ઓફ્રિકા (South Africa)થી પરત ફરેલા પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટવ હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં માતા પિતા અને તેમના 8 વર્ષ અને 15 વર્ષની બે પુત્રીઓ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના 4 સભ્યો કોરોના શંકાસ્પદ જણાતા તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે સાથે જ તેમના સ્મ્પલને જીનોમ સિક્વેસિંગ (Genome sequencing) માટે મોકલવામાં આવ્યાં છે. પરંતું તંત્રની ચિંતા ત્યારે વધી જ્યારે આ 4 સભ્યો અન્ય 12 લોકોના સંપર્કમાં આવ્યાં અને તેમાંથી 5 લોકો કોરોના પોઝિટવ મળી આવ્યાં છે.
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હમણાં સુધીમાં 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. WHO એ આ નવા વેરિયન્ટને ચિંતાનો વિષય ગણાવ્યો છે. કારણ કે ઓમિક્રોન ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના લક્ષણો વ્યક્તિગત રીતે સ્વરૂપ બદલી રહ્યાં છે. જેથી તેને ખૂબ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 9,216 નવા કેસ નોંધાયા છે અને 391 લોકોએ જીવ ગૂમાવ્યો છે.
ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી શુક્રવારે થઈ ચૂકી હતી. ભારતમાં પ્રથમ બે કેસ કર્ણાટકમાંથી મળી આવ્યાં હતાં. આ પૈકી એક વ્યક્તિ 66 વર્ષીય આફ્રિકાથી પરત ફર્યો છે. અને અન્ય એક વ્યક્તિ સ્થાનિક આરોગ્ય કર્મચારી છે. જો કે બંને વ્યક્તિ વેક્સિન લીધી છે. પરંતુ સ્થાનિક કર્મચારીની કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. તેથી આરોગ્ય વિભાગ માટે આ એક ચિંતાના વિષય છે. આ પહેલાં શુક્રવારે દિલ્હી એરપાર્ટ પરથી 6 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા હતાં. દિલ્હી એરપોર્ટ પરથી ગુરુવારે 3000 આંતરરાષ્ટ્રીય મુસાફરો ઉતર્યા હતા જે પૈકી 6 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા હતાં. આ 6 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સંગ માટે મોકલવામાં આવ્યાં છે.