લંડન: (London) ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોઈને કોઈ દેશમાં આ વાયરસ પ્રવેશ (Enter) કરી રહ્યો છે. આ વેરિએન્ટથી લડવા દેશમાં કોરોનાની રસીકરણ (Vaccine) પણ જોરમાં ચાલી રહ્યું છે ત્યાં બ્રિટીશ દવા બનાવતી કંપની ગ્લેકસોસ્મિથકલાઈનએ (GlaxoSmithKline) દાવો કર્યો છે કે તેને ઓમિક્રોન સામે લડવા માટે દવા મળી ગઈ છે. તેમની દવા પ્રારંભિક લેબોરેટરી પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે કોવિડ -19 સામે તેમની એન્ટિબોડી દવા નવા વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટ સામે ખૂબ જ અસરકારક છે.
જીએસકે (GSK) અને વીઆયઆર (VIR) બાયોટેક્નોલોજી દ્વારા વિકસિત સોટ્રોવિમેબ એક ડોઝવાળી એન્ટીબોડી છે અને આ દવા કોરોના વાયરસના આઉટર કવર પર સ્પાઈક પ્રોટીન સાથે જોડીને કામ કરે છે. તે આ વાયરસને શરીરની માસપેશીમાં પ્રવેશ કરવાથી રોકે છે. જેવુડી (Jevudy) તરીકે માર્કેટિંગ કરાયેલી આ દવાને કોવિડ-19 ના લક્ષણોની શરૂઆતના 5 દિવસની અંદર આપવાની ભલામણ કરવામાં આવે છે. તે એ લોકો માટે વધુ અસરકારક છે કે જેમને ઓક્સિજન પૂરકની જરૂરિયાત નથી અને જેમને ગંભીર કોવિડ સંક્રમણ થવાનું જોખમ છે. ગ્લેક્સોસ્મિથક્લાઈન (GSK) એ યુએસ પાર્ટનર વીઆયઆર બાયોટેકનોલોજી સાથે સોટ્રોવિમાબ વિકસાવ્યું છે, જે માનવ દ્વારા પહેલાથી જ બનાવેલા કુદરતી એન્ટિબોડીઝ પર આધારિત મોનોક્લોનલ એન્ટિબોડી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં સોટ્રોવિમાબને 24 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જોખમને 79% સુધી ઘટાડવાનો દાવો આ કંપની દ્રારા કરવામાં આવ્યો છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓમિક્રોન વેરિયન્ટના સીકવેન્સના આધારે માનવું છે કે સોટ્રોવિમેબ તરફથી આ વેરિઅન્ટ વિરુદ્ધ સક્રિયતા અને અસરકારક રહેવાની ક્ષમતા છે. આ સંશોધન દર્શાવે છે કે સોટ્રોવિમાબ નવા ઓમિક્રોન SARS-CoV-2 વેરિઅન્ટ (b.1.1.) ના પ્રભાવશાળી મ્યુટન્ટ્સ સામે સક્રિયતા અથવા તો ગતિવિધિને જાળવી રાખે છે. પરંતુ હજુ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી નથી. કંપની 2021ના અંત સુધી એક અપડેટ આપવાના હેતુથી તમામ ઓમિક્રોન મ્યૂટેશનના સંયોજન વિરુદ્ધ સોટ્રોવિમેબની નિષ્ક્રિય ગતિવિધિની પુષ્ટિ કરવા માટે વિટ્રો સ્યુડો-વાયરસ પરીક્ષણ ઝડપથી પૂર્ણ કરી રહી છે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ ગત મે મહિનામાં ફ્રેન્ચ વિજ્ઞાનક લુક મોન્ટેનઈરે જણાવ્યું હતું કે જો દુનિયાના જેટલાં વઘુ લોકોને વેક્સિન આપવામાં આવશે તેટલું વેક્સિન લેનારા લોકોના શરીરમાં રહીને વાયરસ પોતાનું રૂપ બદલશે અને નવા નવા વેરિયન્ટ જન્મ લેશે. માહિતી મળ્યાં અનુસાર વેક્સિન બનાવતી કંપનીઓને થતો અબજો ડોલરનો નફો બંધ થઈ જશે તેથી આ નફો ચાલુ રાખવા વેક્સિન બનાવતી કંપનીઓ દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર દબાણ લાવીને નવા વેરિયન્ટને ખતરનાક જાહેર કરાવવામાં આવ્યો હોવાના આરોપો મુકાય રહ્યા છે. ગિરિજેશ વશિષ્ઠના મત મુજબ નવા વેરિયન્ટ બાબતમાં સંશોધન કર્યા વિના તેને ખતરનાક જાહેર કરવામાં ઉતાવળ થઈ છે.