હાલમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહેલ છે. ભારતનો ઓલિમ્પિકમાં મેડલ માટેનો દુકાળ યથાવત્ છે. જો કે ભારત માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે પછી કોઈ પણ વૈશ્વિક સ્પોર્ટ્સ સ્પર્ધામાં મેડલ ન જીતવાની બાબત કોમન છે. ૧૨૫ કરોડ લોકોના આપણા દેશ પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મેડલ્સ કેમ? એવું તો શું છે કે આપણા ભારતીય મેડલ જીતી શકતા નથી? જ્યારે પણ મહત્ત્વના રાઉન્ડમાંથી ખેલાડીઓ નોકઆઉટ થઈ જાય, ત્યારે મીડિયામાં એમના દેખાવની ક્ષમતા પર જ સવાલો ઊઠે છે. ત્યાર બાદ બધું ભુલાઈ જાય છે. ઓલિમ્પિક જેવી સ્પર્ધામાં મેડલ જીતવા વિઝન અને પ્લાનિંગ હોવું જોઈએ. આપણા દેશે સ્પોર્ટ્સને પ્રાથમિકતા આપવી જોઈએ. જેટલું મહત્ત્વ અને બજેટ ક્રિકેટ માટે આપે છે, તેટલું જ મહત્ત્વ ઓલિમ્પિક માટે પણ આપવું જોઈએ તથા ટ્રેનિંગ, કોચિંગ વગેરે પર પૂરતું ધ્યાન આપી વ્યવસ્થિત માળખું તૈયાર કરવું જોઈએ અને સાથે-સાથે બધી ગેમ પર ધ્યાન આપવા કરતાં અમુક જ સિલેક્ટેડ ગેમ પર ધ્યાન આપી, મેડલ માટેની તૈયારી કરવી જોઈએ. સુરત – સૃષ્ટિ કનક શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓલિમ્પિક અને ભારત
By
Posted on