ઓલપાડના કુડસદ વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બનતાં ચાર જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યા બાદ લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના કુડસદ ગામ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી મોહિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં સવારે એકાએક આગની ઘટના બની હતી. કંપનીના ગોડાઉનમાં ઉપરના ભાગે મૂકવામાં આવેલ પેપર ટ્યુબ સહિતના સંગ્રહિત માલ-સામાનમાં કોઈક કારણસર આગ લાગી હતી.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નાસભાગ મચી હતી. આગને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ચાર જેટલા ફાયરો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. ફાયર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂ મેળવાયો હતો. જો કે, આગને પગલે કંપની સંચાલકે આગને કારણે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, આગ કયા કારણસર લાગી હતી એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બાબતે કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.