Entertainment

ઓલિવીયા મોરિસ : સાઉથમાં હિન્દી એકટ્રેસ પછી વિદેશી એકટ્રેસની અૅન્ટ્રી

વિદેશી અને દેશી-વિદેશી અભિનેત્રીઓનો ફેર જો સમજતા હો તો આર.આર.આર.માં ઓલિવીયા મોરિસ આવી રહી છે તેને જોજો. જૂનિયર એન.ટી.આર.ના લવ ઇન્ટ્રેસ્ટ તરીકે તે દેખાશે. જોકે આ ફિલ્મ પૂરતી તે અટકશે નહી. કારણ કે હમણાં ફેબ્રુઆરીમાં જ તેણે શિવકાર્તિકેયન સાથે એસ.કે. 20 નામની તમિલ-તેલુગુ ફિલ્મનું શૂટીંગ શરૂ કરી દીધું છે. ઓલિવીયા બ્રિટીશ એકટ્રેસ છે અને શિવકાર્તિકેયન સાથે મુખ્ય નાયિકાની ભૂમિકા ભજશવે. હમણાં કરાઇકુડી પછી પોંડિચેરી બાદ લંડનમાં શૂટિંગ થવાનું છે. શરૂમાં કહેવાતું કે આલિયા ભટ્ટ ય સાઇ પલ્લવી નાયિકા તરીકે દેઆશે પણ પછી ઓલિવીયા આવી ગઇ છે. એટલે આર.આર.આ. પછી પણ તે દેખાશે. ‘ધ ટર્ટલ્સ’ ફિલ્મ ઉપરાંત ‘હોટલ પાર્ટફીનો’ નામની ટી.વી. શ્રેણીમાં કામ કરી ચૂકેલી ઓલિવીયા પોતાના સ્વીકારથી ખુશ છે. શિવ-કાર્તિકેયન સાથે તો યુક્રેનની મારિઆ શ્યાબોશકા પણ નક્કી થવાના ચાન્સ હતા અને તે તો ‘ઉપ્સ 1.5’ નામની વેબસિરીઝમાં આવીય ગઇ છે. સાઉથના નિર્માતા જેમ હિન્દી ફિલ્મોની ઘણી એકટ્રેસને અજમાવી ચુક્યા છે તેમ વિદેશી અભિનેત્રીઓ પણ તમિલ-તેલુગુ ફિલ્મોનો ભાગ બની ચૂકી છે.

Most Popular

To Top