National

જૂની દિલ્હીના ભાગીરથ પેલેસમાં લાગી આગ: ફાયર વિભાગ ઘટના સ્થળે

નવી દિલ્હી : જૂની દિલ્હીના (Old Delhi) ભાગીરથ પેલેસમાં (Bhagirath Palace) વિસ્તારમાં આગ લાગવાના સમાચારો આવી રહ્યા છે. આગ લાગવાની સૂચના મળતાની સાથે જ ફાયર વિભાગનો (Fire Department) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. 12 જેટલી ગાડીઓ સ્થળ ઉપર પહોંચી હતી.અને ફાયરની ટિમ આગને ઓલવવાની કવાયતમાં લાગી ગઈ છે. ભાગીરથ પેલેસ જૂની દિલ્હીમાં આવેલું એક સ્થળ છે.અહીંના ઇલેક્ટ્રોનિક માર્કેટમાં (Electronic Market) જબરજ્સ્સ્ત આગ લાગવાની જાણકારીઓ આવી રહી છે. ઘટના બાદ ફાયર વિભાગ આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયું છે.

આખો વિસ્તાર ભયાનક આગના લપેટામાં આવ્યા હોવાના દ્રશ્યો
ઘટના ઘટ્યા બાદ આખા વિસ્તારમાં ભારે પ્રમાણમાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો છે. ઘટના સ્થળ ઉપર ધુમાડાના ગોટે-ગોટા ઉડતા નજરે ચઢી રહ્યા છે.જોત-જોતામાં આગે ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની જવાળાઓ પણ દૂર દૂર સુધીના વિસ્તારમાં નજરે આવી રહી છે. દૂરથી જોવાથી પણ એવુ લાગે છે કે આખા વિસ્તારને આગે તેની લપેટામાં લઇ લીધી છે.આ વિસ્તારની આજુબાજુમાં ખુબ જ સાંકડી ગલીઓ છે જેને લઇને ફયર વિબાગને પહોંચવા માટે પણ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

થોડા મહિનાઓ પહેલા નરેલા વિસ્તારમાં પણ વિકરાળ આગ ભભૂકી હતી
થોડા મહિનાઓ પહેલા પણ રાજધાનીના નરેલા વિસ્તારમાં જોડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી.આ વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણાં બનવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.આ આગ પણ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આગને કાબુમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

દિલ્હીમાં સમયાંતરે આગની ઘટનાઓ ઘટે છે
જેમ-જેમ આગ લાગ્યાની ઘટનાની માહિતી ભાગીરથ નગરના વેપારીઓ ને થતા તેઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા.તો બીજી તરફ ફાયર વિભાગનો કાફલો પણ આગ પર વહેલી તકે કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં લાગી ચુક્યો છે. આસપાસ સાંકડી ગલીઓ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. હજુ પણ આ વિસ્તારમાં આગની જ્વાળાઓ વધુ ફેલાય તેવી શક્યતા છે. બજારની અંદરની તસવીરો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સમયાંતરે આગની ઘટનાઓ સામે આવતી રહે છે, જેના કારણે ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉભા થાય છે.

Most Popular

To Top