Charchapatra

વૃદ્ધાશ્રમો :  નામોશી કે ઉપકારક વ્યવસ્થા

ચાલ ને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ, એક દીકરાને મનાવી જોઈએ અને એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.” પણ આ પંક્તિ  ઘરડાં ઘરો અંગેનું અંતિમ સત્ય  નથી. સંતાનોએ તરછોડી દીધેલાં મા- બાપ વૃદ્ધાશ્રમોની નામોશી જરૂર કહી શકાય. કેટલાક કિસ્સાઓમાં વડીલોની જોહુકમીને કારણે સંતાનો વિભક્ત  રહેતાં હોય છે. નિ:શુલ્ક વૃદ્ધાશ્રમોની સંખ્યા મર્યાદિત છે  એટલે  દરેક વ્યક્તિએ પોતાના નિભાવ ખર્ચની ફી ભરવાની હોય છે.વૃદ્ધાશ્રમમાં વ્યક્તિ ઘણાં કારણોસર આવે છે.

તદ્દન  નિરાધાર વ્યક્તિ, અપરિણીત વૃદ્ધો, ત્યકતા, જીવનની સમી સાંજે કપલમાંથી કોઈ એક મૃત્યુ પામ્યું હોય અને  વ્યક્તિ તદ્દન એકલી  જ હોય, નિ:સંતાન હોય અથવા સંતાનો વિદેશમાં સ્થાયી હોય,ઘરનાં કામકાજ કરવાં અને પોતાના ભોજનની વ્યવસ્થા કરવા અસમર્થ હોય,  પોતાના જેવા સમવયસ્ક  સાથે જીવન વિતાવવાની ઈચ્છા હોય  તે સ્વૈચ્છિક રીતે પણ વૃદ્ધાશ્રમ ભણી આવે છે. તેને માટે ઉપકારક વ્યવસ્થા પણ‌ કહી શકાય. શહેરમાં હાઈફાઈ ( હોટલ અને હોસ્પિટલીટી ) વૃદ્ધાશ્રમો પણ છે જ્યાં પોતાની આર્થિક સ્ટેબિલિટી હોય તેવાં વૃદ્ધો આવે છે.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top