Business

ઓલાએ નવું ઈ સ્કૂટર લોન્ચ કર્યું, 25 પૈસામાં ચાલશે એક કિલોમીટર

નવી દિલ્હી: દિવાળીના (Diwali) અવસર પર ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા (Ola) ઈલેક્ટ્રીકે (Electric) તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર (Scooter) Ola S1 Air લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની વિગતો શેર કરતી વખતે, કંપનીના વડા ભાવિશ અગ્રવાલે કહ્યું કે તે માત્ર 25 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલી શકે છે.

  • કંપનીએ Ola S1 Airને 84,999 રૂપિયામાં લોન્ચ કર્યું
  • 24 ઓક્ટોબર સુધી 999 રૂપિયામાં બુકિંગ કરાવી શકાશે
  • કંંપની આપી રહી છે મોટું ડિસ્કાઉન્ટ, માત્ર 79999માં મળશે સ્કૂટર

એસ1 એર કંપનીના ફ્લેગશિપ પ્રોડક્ટ ઓલા એસ1ના આધાર પર બનેલું છે. જોકે તેની કિંમત તેના કરતા ઘણી ઓછી છે. કંપનીએ Ola S1 Airને 84,999 રૂપિયામાં લોન્ચ કર્યું છે. દિવાળીના અવસર પર, કંપની તેના પર 24 ઓક્ટોબર સુધી ઓફર પણ લાવી છે. હાલમાં આ માટે તમારે માત્ર 79,999 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, તેને 999 રૂપિયામાં બુકિંગ કરી શકાય છે.

કંપનીનો દાવો છે કે Ola S1 Air એક ચાર્જમાં ઈકો મોડ પર 101 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ પણ 90 kmph છે. તે જ સમયે, તે માત્ર 4.3 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ પકડી લે છે. આ સ્કૂટરનું વજન માત્ર 99 કિલો છે. કંપનીએ તેમાં 4.5kWની ઇલેક્ટ્રિક મોટર આપી છે. તેમાં 2.5kWh બેટરી પેક છે. આ સ્કૂટરમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે.

4.5 કલાકનો ચાર્જ સમય, 5 રંગોમાં ઉપલબ્ધ થશે ઓલા એસ1 એરને સંપૂર્ણ ચાર્જ થવામાં 4.5 કલાકનો સમય લાગશે. આ સ્કૂટરમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે. આ ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ છે. કંપનીએ આ સ્કૂટરના 5 કલર રજૂ કર્યા છે. આ છે નીઓ મિન્ટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સેલિન વ્હાઇટ અને લિક્વિડ સિલ્વર. આવતા વર્ષે ડિલિવરી કરશે Ola S1 Airની ખરીદી વિન્ડો ફેબ્રુઆરી 2023માં ખુલશે. તે જ સમયે, તેની ડિલિવરી એપ્રિલ 2023 માં શરૂ થશે.

તમને જણાવી દઈ એ કે ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બહાર આવ્યા બાદ ઓલા દ્વારા મોટી સંખ્યામાં ઈ સ્કૂટર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ઓલા કંપની દ્વારા ખૂબ જ મોટા પાયે વર્કિંગ સ્ટાઈલમાં ફેરફાર કરાયા હતા. કંપનીના વડા ભાવિશ અગ્રવાલનો કંપનીના કર્મચારીઓ પ્રત્યેનો ગુસ્સો પણ ચર્ચામાં રહ્યો હતો.

Most Popular

To Top