Entertainment

પાૅઝિટીવ તો ઠીક, મારે તો નૅગેટિવ ભૂમિકા ભજવવી છે: પંક્તિ પટેલ

કલર્સ ગુજરાતી ચેનલ ઉપર ટૂંક જ સમયમાં ફેમિલી ઓડિયન્સ માટે ડેલી સોપ ‘મનમેળાપ’ રજૂ થવાનો છે, આ ડેલી સોપમાં મૂળ ભરૂચ શહેરની નિવાસી લીડ કેરેક્ટર ‘ઈચ્છા પાઠક’ ની ભૂમિકા ભજવતી પંક્તિ પટેલ સાથે અમારી ગપશપ થઇ હતી, હાલમાં ‘મનમેળાપ’ નું શૂટિંગ બરોડા શહેરના શુભાનપુરામાં થઇ રહ્યું છે ત્યાંથી પંક્તિ પટેલે અમારી સાથે વાત કરી હતી. ડેલી સોપ ‘મનમેળાપ’ વિશે પંક્તિનું કહેવું છે કે આ ડેલી સોપનું બેકગ્રાઉન્ડ જામનગર શહેરનું  છે અને આ ડેલી સોપ  અબાલવૃદ્ધ સૌને ગમશે

પંક્તિ ડેલી સોપ ‘મનમેળાપ’ અને તમારી ભૂમિકા વિશે જણાવો?

પંક્તિ પટેલ:  આ ડેલી સોપમાં જામનગર શહેરની યુવતી ઈચ્છા પાઠકની જર્ની વિશે છે, ઈચ્છા તેના ‘મનનો માણીગર’ શોધી રહી છે. ઈચ્છા પાઠકને તેની જર્નીમાં તેની ફ્રેન્ડ રિદ્ધિ -સિદ્ધિ, તેના દાદા -દાદી અને મમ્મી -પપ્પા ઘણો સપોર્ટ કરી રહ્યા છે. ફૂલ ફેમિલી સપોર્ટ અને રિદ્ધિ -સિદ્ધિ તેની પડખે છે, અહીં ઈચ્છાની જર્નીમાં નાના -મોટા ઇશ્યુ પણ જોવા મળે છે. આ ભૂમિકાની તૈયારી માટે મેં કલર્સ ચેનલ સાથે ઘણી મિટિંગ કરી હતી અને બરોડામાં ઘણી વર્કશોપ પણ કરી હતી. આ કેરેક્ટર કેવી રીતે ડેવલપ કરી શકું? ડેલી સોપ ‘મનમેળાપ’ ના પાયલોટ એપિસોડનું શૂટ બરોડાના શુભાનપુરામાં કર્યું હતું. આ સીરિયલમાં ઈચ્છાની ભૂમિકા સિવાય મને મારા પપ્પાની ભૂમિકા ખુબ જ ગમી છે, ઈચ્છાને તેના પપ્પા ખુબ જ સપોર્ટ કરે છે અને ગાઈડન્સ આપે છે.

તમારા પપ્પા સાથે તમારું બોન્ડિંગ કેવું છે? તમે સુરતમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે?

પંક્તિ પટેલ: એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં યુવતીના સેફટી ઈશ્યુ લઈને દરેક ફાધર થોડા સ્ટ્રેસમાં આવી જાય છે પણ મારા ફાધરે મને ઘણો સપોર્ટ આપ્યો હતો. મારે એક્ટિંગ કરવી છે તો મારા નિર્ણયને મારા પપ્પાએ વધાવી લીધો હતો. મારા પપ્પા ઘણા સપોર્ટિવ અને મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આ ફિલ્ડ માટે વાલીઓ સપોર્ટ કરતા નથી મને મારા પેરેન્ટ્સ તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. મારા મોમ ધર્મિષ્ઠાબેન હોમ મેકર છે અને પપ્પા જનકભાઈ જોબ કરે છે. હું સુરતમાં ગર્લ્સ પોલિટેક્નિકમાં આર્કિટેક્ચરનો ડિપ્લોમા કરી રહી હતી ત્યારે મોડેલિંગ શૂટ પણ હું સુરતમાં કરતી હતી, સુરતમાં મેં ઘણા પ્રિન્ટ ફોટોશૂટ/ વિડીયો શૂટના અસાઈન્મેન્ટ કર્યા છે. સુરતમાં અભ્યાસના ત્રણ વર્ષ દરમ્યાન હું મોડેલિંગ કરતી

લોકડાઉન દરમ્યાન તમે શું કર્યું?

પંક્તિ પટેલ:  લોકડાઉન દરમયાન મેં રસોઈ બનાવતા શીખી હતી. મેં દાળ , ભાત , શાક બનાવતા શીખ્યા હતા. મને રોટલી બનાવતા આવડતી નથી અને મારી રોટલી ગોળ ગોળ થતી નથી. પરવળ , ટિંડોળા અને બટેકા અને ભીંડાનું શાક બનાવતા હું શીખી ગઈ હતી. યુટ્યુબ ઉપરથી અવનવી વાનગી બનાવતા શીખી હતી, અલગ અલગ પ્રકારથી મેગી કેવી રીતે બનાવી શકાય શીખી ગઈ હતી, યુટ્યુબ ઉપરથી પીઝાની રેસિપી જોઈ ઘરે પીઝા બનાવ્યા હતા. ભરૂચમાં લોકડાઉનમાં ઘરે આખો દિવસ મેં નેટફ્લિક્સની સિરીઝ જોવાનું કામ કર્યું છે. 

તમે લીડ ભૂમિકા ભજવી રહ્યા છો, તો તમારા ભરૂચના લોકોનું રિએક્શન કેવું છે?

પંક્તિ પટેલ:  પંક્તિ પટેલનો પરિવાર ભરૂચમાં ચકલા વિસ્તારમાં રહે છે  છે,  તો પંક્તિ કહે છે કે અમારા ચકલા વિસ્તારના તમામ લોકો અને પાડોશીઓ ઘણા ખુશ છે કે અમારા વિસ્તારની યુવતી કલર્સના પ્લેટફોર્મ આવી રહી છે , બધાને ખુબ જ હરખ છે. હું ભરૂચના રુક્મણિ દેવી રૂંઘટા વિદ્યાલયમાં ભણી હતી તો અમારા રૂંઘટા વિદ્યાલયના મારા ટીચર નવીન સર, ઉલ્લાસબેન અને સુરેશ સર મારો પ્રોમો જોઈને ઘણા ખુશ છે અને મારા રૂંઘટા વિદ્યાલયના શિક્ષક અને વિદ્યાર્થીઓ તમામ ‘મન મેળાપ’ નો પ્રોમો જોઈને ખુશ થયા છે.

 તમારે હવે નેગેટિવ ભૂમિકા ભજવવી છે?

પંક્તિ પટેલ: પોઝિટિવ ભૂમિકા ભજવવા માં જેટલા પડકાર નડતા નથી એટલા પડકાર નેગેટિવ ભૂમિકા ભજવવામાં આવે છે, નેગેટિવ ભૂમિકા ચેલેંજિંગ ટાસ્ક છે એટલે મારે નેગેટિવ ભૂમિકા ભજવવી છે.                                                                – અનુગાના રૉક

Most Popular

To Top