Top News Main

હૈતીમાં ઓઈલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું, લોકો ઓઈલ લૂંટવા દોડ્યા અને વિસ્ફોટ થયો, 50થી વધુના મોત, સૈંકડો ઘાયલ

વિશ્વના સૌથી વધુ બરબાદ દેશોમાંના એક હૈતીમાં (Haiti) ફરી એકવાર મોટો અકસ્માત (Accident) થયો છે. કેરેબિયન દેશમાં (country) એક ઈંધણ લઈને જતું ટેન્કર (oil tanker) પલટી જતાં (capsizes) લોકોએ ઓઈલની લૂંટ મચાવી હતી. આ દરમિયાન જ ટેન્કરમાં વિસ્ફોટ (tanker explode) થતાં 50થી વધુ લોકો માર્યા ગયા (killing more than 50) હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. સ્થિતિ એવી બદતર છે કે ઈજાગ્રસ્તોની સારવાર માટે શહેરમાં હોસ્પિટલો પણ ઓછી પડી રહી છે. આ ઘટના બાદ સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 

હૈતીયન શહેર કેપ હૈતીયનમાં મંગળવારે એક ફ્યુઅલ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાંથી રસ્તા પર ઢોળાયેલું ઓઈલ લૂંટવા માટે અહીં સેંકડો લોકો ભેગા થયા હતા. જ્યારે આ લોકો કન્ટેનરમાં ઓઈલ ભરી રહ્યા હતા, તે જ સમયે ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 50 લોકોના મોત થયું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મેયરે જણાવ્યું હતું કે, ફૂલસ્પીડમાં જઈ રહેલું ટેન્કર મુખ્ય માર્ગ પર પલટી ગયું હતું. તેમાંથી ઓઈલ નીકળી રહ્યું હતું. ઘણા લોકો તેને લેવા માટે નાના કન્ટેનર લઈને પહોંચ્યા હતા. દરમિયાન ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. કેપ હૈતીયન મેયર પેટ્રિક આલ્મોરે કહ્યું કે તેમણે 50 સળગેલા મૃતદેહો જોયા છે. વડા પ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું હતું કે મોટા ભાગના મૃતદેહો ખૂબ જ બળી ગયા હતા, તેથી તેમની ઓળખ કરવી પણ અત્યારે મુશ્કેલ છે. 

At Least 62 "Burned Alive" In Haiti Gas Tanker Explosion

હોસ્પિટલોમાં જગ્યાની અછત

હૈતીમાં અકસ્માતમાં ઘાયલોની સારવાર માટે હોસ્પિટલોમાં પણ અભાવ છે. જસ્ટિનિયન હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી પાસે આટલી મોટી સંખ્યામાં દાઝી ગયેલા લોકોની સારવાર કરવાની સુવિધા નથી.

Haiti: Fuel tanker explodes, dozens killed — officials | News | DW |  14.12.2021

વીજળી નથી, પાણી નથી, હૈતીનું ખૂબ જ ખરાબ સ્તર

ખરેખર, હૈતીમાં વીજળીની ભારે અછત છે. તેથી જ લોકો જનરેટર પર વધુ આધાર રાખે છે. તેમને બળતણની જરૂર રહે છે.  ઈંધણ માફિયાઓ પણ અહીં ખૂબ સક્રિય છે. વીજળી અને ઈંધણની અછતને કારણે પાણી પુરવઠા પર પણ અસર પડી છે. ગેસોલિન પણ અત્યંત મોંઘું છે. 

Most Popular

To Top