Gujarat

રાજ્યની શાળાઓમાં આવતીકાલથી ધો.12નું ઓફલાઈન શિક્ષણ શરૂ, શાળાઓ સેનેટાઈઝ કરાઈ

ગાંધીનગર: (Gandhinagar) કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં (Gujarat) ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થશે. ત્યારે ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (Secondary and Higher Secondary Education Board) પરિપત્ર જાહેર કર્યો છે. જે પરિપત્ર અનુસાર ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ (Student) માટે મરજીયાત રહેશે. એટલુ જ નહી જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઈન શિક્ષણકાર્યમાં જોડાવા ન ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને અગાઉની જેમ ઓનલાઈન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.

જોકે સતત ઓનલાઇન અભ્યાસ કર્યા બાદ હવે આવતીકાલે ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં અભ્યાસ બાબતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા સમય બાદ શાળામાં (School) અભ્યાસ કરવો તેમ જ પોતાના મિત્રોને મળવું અને શિક્ષકો સાથે વાતચીત કરવી તેમજ અભ્યાસક્રમમાં ઓફલાઈનની રુચિ સાથે શિક્ષણ શરૂ કરવુ, તે તમામ બાબતોને લઈને વિધાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકારના પરિપત્ર ચુસ્તપણે પાલન કરવાની ફરજ પડશે. કોરોના ગાઇડલાઇન પ્રમાણેની જે SOP આપવામાં આવી છે તે મુજબ જ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. બાળકોને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે અને થર્મલ ગનનો ઉપયોગ કરાશે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવશે અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના જણાવ્યા પ્રમાણે, સુરતમાં ધોરણ 12ના 80 ટકા જેટલા વાલીઓની સંમતિ મળી છે.

ઓફલાઈન શિક્ષણ માટે સરકારની ગાઈડલાઈન

  • શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે
  • ૫૦ ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શકાશે
  • શાળાએ ન આવે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે
  • ઓફલાઈન અથવા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક જરૂરી
  • શાળામાં સામાજિક અંતરનું પાલન જરૂરી
  • વર્ગખંડને સમયાંતરે સેનેટાઈઝ કરવાના
  • શાળામાં હેન્ડ વોશિંગ પોઈન્ટ પૂરતા પ્રમાણમાં રાખવા
  • શાળાના સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત

બીજી તરફ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ એટલે કે 15 જુલાઈને ગુરૂવારથી ધો.10 અને 12ના રીપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. આ પહેલા રિપીટર અને એકસટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આ પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ટકોર કરી કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવાનું છે.

Most Popular

To Top