ભરૂચ: (Bharuch) વિદેશી ફંડિંગના (Foreign Fund) જોરે જ્યાં આમોદ (Aamod) તાલુકાના કાંકરિયા (Kankariya) ગામે ૧૫૦ જેટલા આદિવાસીઓના ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે, ત્યાં ભરૂચના હાથીખાનામાં હવે સ્થાનિકોને વિદેશથી વોટ્સએપ મેસેજ અને કોલ કરી તેમનાં મકાન રૂ.૧ કરોડમાં ખરીદવાની ઓફરો અને ધમકી અપાઈ રહી છે.
ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં એક મહિના પહેલાં અશાંતધારાનો અમલ થતો નહીં હોવાનો આક્રોશ સાથે હિન્દુઓએ પોતાનાં મકાનો સાથે મંદિરો પણ વેચવાનાં છે તેવાં બેનરો લગાવતાં ભૂકંપ સર્જાયો હતો. જે બાદ હવે અહીંના સ્થાનિકોને વિદેશથી વોટ્સએપ મેસેજ અને કોલિંગ કરી મુસ્લિમો તેમનાં મકાન ખરીદવા માટે ઓફરો કરી રહ્યા છે. જે વિસ્તારમાં મકાનો સામાન્ય રકમથી લેવા કોઈ તૈયાર નથી એ અશાંતધારા વિસ્તારમાં હિન્દુઓને કથિત રીતે રૂ.૧ કરોડમાં મકાન વેચવાની ઓફરો કરવામાં આવી છે. જેમ વિદેશથી આવતું ફંડ ધર્માંતરણ કરાવતા હોય એમ જૂના ભરૂચ શહેરના હાથીખાનામાં હિન્દુ વિસ્તારનાં મકાનો ખરીદી કોઈ શંકાસ્પદ ષડયંત્ર તો નથી કરાઈ રહ્યું ને એવા આક્ષેપો કરી રહ્યા છે.
આ ઘટનામાં રાજ્ય અને સોશિયલ મીડિયા ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે આ જ હિન્દુઓને વિદેશથી વોટ્સએપ કોલિંગ અને મેસેજથી તેમના ઘર વેચી રૂ.૧ કરોડ સુધીની ઓફરોનો તાર આમોદના કાંકરિયાના ધર્માંતરણ જેમ ભરૂચ સ્થાનિકો જોડી રહ્યા છે. હિન્દુઓનાં મકાનો ખરીદવા લોભ, લાલચ અને પ્રલોભનો અને ઓફરો કરાઈ રહી છે. હાથીખાનામાં રહેતા ગૌરાંગ રાણાએ જણાવ્યું હતું કે, તેઓ પર વિદેશના એક નંબર પરથી વોટ્સએપ કોલ તથા મેસેજ આવ્યા હતા. જેમાં તેમનું ઘર વેચાણ કરવા માટે તેમને માતબર રકમની ઓફર કરાઈ હતી. ત્યારે હિન્દુ વિસ્તારનું તેમનાં મકાનો ખરીદી ધર્માંતરણનું ષડયંત્ર તો નથી કરાઈ રહ્યું તેવા આક્ષેપો પણ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.