શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર લોકોમાં કોરોનાવાયરસના લક્ષણ દેખાતા તંત્ર દોડતું થયું છે. અગાઉ તેઓ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ હતાં. મંગળવારે શહેરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. બમરોલી વિસ્તારમાં રહેતો અને ડી-માર્ટમાં કામ કરતો યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો.
બમરોલીના 22 વર્ષના યુવક કે જેને 31 મી માર્ચે નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ મંગળવારે પોઝિટીવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ લોકલ ટ્રાન્સમીશનનો કેસ હોય તંત્રની ચિંતામાં વધારો થયો હતો. શનિવારે આ દર્દીના પરિવારજનોમાં કોરોનાવાયરસના લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું હતું. ચાર લોકોમાં કોરોનાના લક્ષણ દેખાતા તેઓને હોમ ક્વોરેન્ટાઈનમાંથી આઈસોલેશનમાં લઈ જવાયા છે.